કલાકો સુધી મહિલાના છાતીના ભાગે લપેટાયેલો રહ્યો સાપ, પછી જેથયું એ જાણી આંખો પહોળી થઇ જશે

આજે અમે તમને દુનિયાના સૌથી રહસ્યમય જીવ સાંપ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ. માનવામાં આવે છે કે સાંપ ધરતી પર લગભગ 130 મિલિયન વર્ષોથી આ પૃથ્વી પર હાજર છે. તમને કદાચ ખબર નહિ હોય કે, ધરતી પર સાપની કુલ 2 હજારથી વધુ પ્રજાતી જોવા મળે છે. જેમાંથી 23 સાપની પ્રજાતિઓ સૌથી ઝેરીલી માનવામાં આવે છે.  અંધવિશ્વાસના કારણે ભારતમાં સાપને લઈને રોજબરોજ અનેક કિસ્સાઓ સામે આવે છે.

સાંપના ઝેરથી જઈ શકે છે મનુષ્યનો જીવ:
ઝેરી સાપનું ઝેર ફક્ત નુકશાન જ નથી પહોચાડતું પણ સાથે સાથે તે મનુષ્યનો જીવ પણ લઈ શકે છે અને આ પ્રકારના ઝેરી સાપોના ઝેરને કારણે મનુષ્ય મરી પણ શકે છે. આ ઝેરી સાપોમાંથી 200 ઝેરી સાપો તો એવા છે જે માનવીને ખુબ જ ગંભીર રીતે નુકસાન પહોચાડી શકે છે.

ત્યારે હાલમાં જ અરખૈયા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જે ઘટના વિશે જાણીને તમે હચમચી જશો. મળી રહેલી માહિતી અનુસાર, અરખૈયા વિસ્તારમાં રહેતી ખુશ્બુ નામની છોકરી પોતાના ઘરે બેડ પર સુતી હતી. આ દરમિયાન અચાનક જ એક સાપ તેના શરીર પર ચડી ગયો હતો અને તેનાં કપડાની અંદર ઘુસી ગયો હતો. તેમ છતાં છોકરીને તે અંગેની કોઈ ભાન જ ન રહી.

આ દરમિયાન છોકરીના કાકી ખુશ્બુને જગાડવા માટે રૂમમાં આવ્યા તો તે ચોંકી જ ગયા હતાં.પણ જયારે તેણે શરીર પર તેને એક સાંપ લપેટાયેલો જોઈને એક ક્ષણ માટે તે પણ ડરી ગયા હતા. આ ખતરનાક દ્રશ્યો જોઈને પરિવારના લોકો ડરી ગયા હતા અને જોત જોતામાં સમગ્ર ઘટના અંગેની જાણકારી આખા ગામમાં ફેલાઈ ગઈ.

અમે તમને  જણાવી દઈએ કે, સાંપ સતત 3 કલાક સુધી છોકરીના શરીર પર લપેટાઈને રહ્યો હતો. સૌથી નવાઈ પમાડનારી વાત એ હતી કે, આ સાપે છોકરીને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યું નહોતું. છોકરી સહિત પરિવારના તમામ લોકો ડરી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, 3 કલાક બાદ સાપ પોતાની જાતે જ છોકરીના શરીર પરથી નીચે ઉતરીને જતો રહ્યો હતો. જો કે આ ઘટના બાદ આ સમગ્ર ઘટના અંગેને અફવા આખા ગામમાં ખુબ જ જોરશોરથી ફેલાવા લાગી હતી. કેટલાક લોકોએ કહ્યું કે, સાંપ ભગવાન શંકરનો અવતાર છે. તો વળી અન્ય કેટલાય લોકોનું કહેવું છે કે, સાંપને છોકરી પાસે નાગ દેવતાએ મોકલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *