માતા પિતા ચેતજો! બે રૂપિયાની પતંગ મોતનું કારણ ન બની જાય… રાજકોટમાં સાત વર્ષના બાળક સાથે જે થયું… વાંચો વિગતે

રાજકોટ(Rajkot): ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે લોકો અગાઉ જ પતંગ ચગાવવા લાગે છે. આ દરમિયાન ઉતરાયણ પહેલા જ અનેક જીવલેણ અકસ્માત (Accident)ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં રસ્તામાં દોરો આવવાને કારણે મૃત્યુ થવા, કોઈ બાળકનું ધાબા પરથી નીચે પડી જવાને કારણે મૃત્યુ થયું હોય આવા અબેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ આવી જ વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે.

7 વર્ષીય રુદ્ર ભટ્ટ રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ચોકડી પાસે તેના પરિવાર સાથે રહે છે. ત્યારે ઉતરાયણનો તહેવાર આવતો હોવાને કારણે રુદ્ર અગાઉ જ શાળાએથી આવીને પતંગ ચગાવવા માટે ટેરેસ પર ચડી જતો હતો. તેના દરેક મિત્રોને ભેગા કરીને તે પતંગ ચગાવવાનો આનંદ લેતો હતો. આ દરમિયાન અચાનક તેનો પતંગ કપાઈ જતા પતરામાં ભરાઈ ગઈ હતી.

આ પછી તેણે જોયું કે તેની પતંગ પતરામાં ભરાઈ ગઈ છે જેના કારણે તે પતંગ લેવા માટે પતરા પર ગયો હતો અને અચાનક જ આ પતરા તૂટી જતા રુદ્ર ત્રીજા માળેથી બીજા માળે નીચે પડ્યો હતો. નીચે પડતાની સાથે તેના મિત્રો બૂમ પાડી બેઠા હતા. જેના કારણે ફ્લેટના તમામ લોકો બચાવવા માટે દોડયા હતા.

જેને પગલે આસપાસના લોકોએ મળીને રુદ્રને તાત્કાલિક રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ બાળકના પરિવારજનોની હાલત કફોડી બનવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *