હાલ એકતરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે પોલીસકર્મી અને તમામ ડોકટરોને ભગવાન માનવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીના કારણે રાજકોટ શહેરના ડો.દિપ્તીબેન ગઢીયાએ પોતાનું ક્લિનિક બંધ રાખ્યું નથી. ડો.દિપ્તીબેનની દીકરી પરી ધોરણ 10માં અભ્યાસ કરતી હોય છતાં તેમને સમય આપી શક્યા નહોતા. પરંતુ એક કહેવત છે ને કે “મોરના ઇંડા ચિતરવા ન પડે”. આ કહેવત ધોરણ 10 માં અભ્યાસ કરતી પરીએ સાર્થક કરી બતાવી. પરીએ ધોરણ 10માં 99.31 PR મેળવ્યા છે. દીકરીને સમય આપવા માટે પિતાએ આરોગ્ય વિભાગમાં નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. પરીને પણ તેની મમ્મીની જેમ ડોક્ટર બનવાનું સપનું છે.
રાજકોટ શહેરમાં રહેતા ઉમેશભાઇ ટાંક પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોતે આર્થિક રીતે કટોકટી હોવા છતાં તેમના દીકરાને તેમણે ખુબ ભણાવ્યો. તેમના પુત્ર ભવ્યએ ધોરણ 10ની પરીક્ષામાં 99.75 PR મેળવી પરિવારનું અને સમાજનું ગૌરવ વધાર્યું છે. ભવ્યએ ધોરણ 10નો અભ્યાસ આત્મિય શાળામાં કર્યો હતો. ભવ્યને મોટા થઈને પ્રોફેસર બનવાનું સપનું છે. ભવ્યએ જણાવતા કહ્યું હતું કે, હું રોજે રોજનું હોમ વર્ક કરી લેતો તેમજ ક્લાસિસમાં લેવાતી ટેસ્ટને કારણે આ પરિણામ હાંસલ કર્યું છે.
ભાવનગર શહેરમાં વસવાટ કરતો આકાશ સોલંકીએ આજે ધોરણ 10નું પરિણામ આવ્યું તેમાં 99.54 PR મેળવ્યા છે. અને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. આકાશના પિતા વોચમેન તરીકે નોકરી કરતા હોય તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ સામાન્ય હતી એટલે શાળાના સંચાલકે તેની ફી પણ માફ કરી દીધી હતી. આ સંજોગોમાં આકાશે પોતાના પિતાના પરિશ્રમને ધ્યાનમાં રાખી હરવા ફરવાનું ભૂલીને કલાકો સુધી સતત અભ્યાસમાં મન પરોવી સારૂ પરિણામ લાવી કંઈક બનીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાનું લક્ષ બનાવ્યું હતું અને આજે તેની મહેનત રંગ લાવી અને પોતે 99.54 પર્સન્ટાઈલ સાથે પાસ થયો છે. સાથે-સાથે સમાજમાં તેમના પિતાનું સીર ઊંચું કરી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news