એક માતા તેના બાળકોની સાંભળી સાર સંભાળ માટે બધું જ કરે છે, પરંતુ આ જ બાળકો(Children) મોટા થયા પછી માતા(Mother)નું સરખું ધ્યાન રાખી શકતા નથી. ત્યારે આવો જ એક બનાવ બન્યો છે જેમાં એક માતાએ ઘણી બધી તકલીફો વેઠીને પોતાના બાળકો તેમજ પોતાના ભત્રીજાના બાળકોને પણ સાથે સાથે મોટા કર્યા હતા. જયારે આ જ માતાનો વૃદ્ધાઅવસ્થા(Old age)માં સાથ દેવાવાળું કોઈ જ નથી રહ્યું. તેના બાળકો પણ માતાને એકલી મૂકી બીજે રહેવા જતા રહ્યા છે.
માતા પિતા પોતાના બાળકો માટે કોઈપણ તકલીફ ઉઠાવવા તૈયાર થઇ જાય છે. પરંતુ જયારે સમય તેના બાળકોનો આવે છે ત્યારે બાળકોને તેના વૃદ્ધ માતા પિતા બોજ બની જાય છે. આ માતાએ દુઃખ વેઠીને તેના બાળકોને મોટા કર્યા હતા. માતાએ દીકરાઓના લગ્ન પણ કરાવ્યા છે. દીકરાઓની બહુ આવતા દીકરાઓ માતાને મુકીને પોતાની પત્ની સાથે અલગ રહેવા લાગ્યા હતા. કોઈ દીકરો માતાના હાલચાલ પૂછવા પણ આવતા નથી. જયારે જાણવા મળ્યું છે કે આ માતા પોતાના બીમાર દિયરને પણ સાચવે છે.
આજે આ માતા રસ્તાના ફૂટપાથ પર ચાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાના બીમાર દિયરની સંભાળ લે છે. કારણે કે તેનું ગુજરાન ચલાવવા વાળું કોઈ જ નથી. આજે આ માતા ખુબ જ મેહનતન કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. જયારે તે માતાને લાગી રહ્યું છે કે આ દુનિયામાં હવે તેની અને તેના બીમાર દિયરની સેવા કરવાવાળું કોઈ જ નથી રહ્યું. આ વૃદ્ધ માતા તેના દિયરને પોતાના બાળકની જેમ સાચવે છે.
જયારે તેની ચાની દુકાન પર એક યુવક બે ચા બનાવવાનું કહે છે અને તે બે ચાના તે 2 હજાર રૂપિયા આપે છે. ત્યારે આ માતા તે રૂપિયા લેવાની ના પાડે છે. તો તે યુવક કહે છે કે મને તમારો દીકરો સમજીને આ રૂપિયા લઇ લો, ત્યારે માતા આ રૂપિયા લઇ લે છે અને માતા તે યુવકને આશીર્વાદ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.