સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. હાલમાં વાયરલ થઇ રહેલો આ વિડીઓ થોડો વિચિત્ર છે. જે જોઇને તમે પણ ગુસ્સે થઇ જશો.
આ વિડીઓ થોડો વિચિત્ર છે જેમાં એક ઉંદરને સજા આપવામાં આવી રહી છે. તમે આ ઉંદરને મારવાની રીત જોઇને સ્તબ્ધ થઈ જશો. આ વિડીઓને આઈપીએસ રૂપીન શર્માએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. લોકો આ વિડીઓને જોઇને હેરાન થઇ રહ્યા છે. વીડીઓમાં તમે જોઈ શકો છો કે ઉંદરના હાથ અને પગ દોરડાથી બાંધી દેવામાં આવ્યા છે અને એક વ્યક્તિ દ્વારા તેમને ધમકાવવામાં આવી રહ્યો છે. સાથે આ વ્યક્તિ ઉંદરને વારંવાર મારી રહ્યો છે. આ વિડીઓ પરથી એક સવાલ તો ઉદભવે કે આ પ્રકારની સજા શા માટે આપવામાં આવી રહી છે.
Animal lovers may not like this.
I am sorry !??But this guy is punishing the #Rodent for damage caused.#चूहे को सज़ा देने का तरीका☺️???#DeathPenalty होनी चाहिए या नहीं ???
वैसे हम लोग देते तो हैं ही, अगर #मूषक जी मिल जाएं तो ?☺️??? pic.twitter.com/PSPWoVA2ab
— Rupin Sharma IPS (@rupin1992) July 8, 2021
આઈપીએસ રૂપીન શર્માએ 30 સેકન્ડનો આ વીડિયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, “પશુપ્રેમીઓ આ ઉંદરને મારવામાં આવી રહ્યો છે તે સજાને પસંદ કરશે નહિ.” આ પ્રકારની સજા કોઈ પ્રાણીને આપવી તે કેટલી યોગ્ય કહી શકાય તે પણ એક સવાલ ઉદભવી રહ્યો છે.
ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થતા આ વીડિયોને જોઇને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વિડિઓ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘પ્રાણીઓ સાથેનું આ પ્રકારનું વર્તન નિંદનીય છે’, જ્યારે તે જ વપરાશકર્તાએ લખ્યું, ‘ઉંદરને કેમ ખબર નથી હોતી કે તેના પર કેમ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.