ગુજરાતમાં કેવીરીતે ઘુસી રહ્યો છે ટ્રક ભરી ભરીને દારુ- ભરૂચમાં એટલો વિદેશી દારુ પકડાયો કે…

ભરૂચ(ગુજરાત): પોલીસે ઝઘડિયાના મુલદ અને તલોદરા ગામ નજીકથી વિદેશી દારૂ સહિત કુલ 23.04 લાખના માલ સાથે 3 વ્યક્તિઓની ધડપકડ કરી હતી, જ્યારે 12 વ્યક્તિઓને વોન્ટેડ…

ભરૂચ(ગુજરાત): પોલીસે ઝઘડિયાના મુલદ અને તલોદરા ગામ નજીકથી વિદેશી દારૂ સહિત કુલ 23.04 લાખના માલ સાથે 3 વ્યક્તિઓની ધડપકડ કરી હતી, જ્યારે 12 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, ગઈ કાલે ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાને માહિતી મળી હતી કે, રાહુલ રુપસિંગ વસાવા મુલદ ચોકડી નજીક વિદેશી દારુનો જથ્થો મંગાવીને તેનું વેચાણ કરે છે. પોલીસે ત્યાં દરોડા પાડીને દારુ સહિત કુલ 77,400 રૂપિયાના માલ સાથે રાહુલ રુપસિંગ વસાવા અને રોહિત વિજય વસાવાની ધડપકડ કરી હતી.

જ્યારે શૈલેશ ભરત વસાવા, સચીનકુમાર રસીક વસાવા, કિશન રમેશ વસાવા, કિશન કંચન વસાવા, સલમાન નશીરગરાશીયા, રોકી દલસુ વસાવા, ચિંતન વસાવા સહિત 8 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. બીજી ઘટનામાં તલોદરા ગામ નજીક વાલિયા રોડ પર રમેશ ઉર્ફે બકો ભાણા રાઠોડ કન્ટેનરમાં દારુ મંગાવીને કટિંગ કરતા હોવાની માહિતી મળતા કન્ટેનરના ચાલકને દારુની બોટલો સહિત કુલ 22.26 લાખના માલ સાથે પકડી પાડ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ દત્તા લક્ષ્મણ કાંબલે જાણવા મળ્યું હતું.

આ ગુનામાં સંકળાયેલ નવીન પટેલ, રમેશ ઉર્ફે બકો ભાણા રાઠોડ, અન્ય 2 વ્યક્તિઓ, કન્ટેનરનો માલિક રાજુ જગદીશ ખ્યાલીરામ યાદવ છે. જલગોન મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડીને પોલીસે તપાસ શરુ કરી હતી. એક સાથે બે સ્થળોએથી ઝઘડીયા તાલુકામાં વિદેશી દારુનો મોટો જથ્થો પકડાતાવિદેશી દારુના ધંધા કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાવયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *