વડગામ પોલીસ હદ વિસ્તારમાં વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી હપ્તો ઉઘરાવનાર કોન્સ્ટેબલનો વીડિયો વાઈરલ થયો છે. હેડ કોન્સટેબલ નરેન્દ્રસિંહ રેહેવરનો ખુલ્લેઆમ રુપિયા ઉઘરાવતો વિડીયો વાઈરલ થયો છે. કોન્સ્ટેબલ ખુલ્લે આમ વાહનો રોકીને રૂપિયા ઉઘરાવ હતો. એક વાહન દીઠ તે 300 રૂપિયા માગી રહ્યો હતો. સાથે જ તે ખુલ્લેઆમ રૂપિયા લઈને એવું કહેતો હતો કે, સાહેબને પણ રૂપિયા આપવા પડે છે. તે પ્રકારે નાણાં માંગી હપ્તા ઉઘરાવનાર પોલીસકર્મીને એસપી તરુણ દુગ્ગલએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો આદેશ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાઈરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ઉઠ્યો છે.
આ સમગ્ર ઘટના બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકએહેડ કોન્સટેબલ નરેન્દ્રસિંહ રેહેવરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા આદેશ કર્યો છે અને સમગ્ર મામલે પાલનપુર DYSPને તપાસ સોંપી છે તપાસ બાદ પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી થશે.
મળતી માહિતી પ્રમાણે, સોમવારે વીડિયો બહાર આવ્યો હતો. જેમાં જાહેર રસ્તા પર જ વાહનોને રોકીને તેમની પાસેથી કોન્સ્ટેબલ દ્વારા નાણાં ઉઘરાવામાં આવી રહ્યા છે. 300 એટલે 300 રૂપિયા પુરા થશે. કારણ કે મારે સાહેબને હિસાબ આપવાનો હોય છે. ત્રણસો રૂપિયા પૂરા હોય તો જ નહીંતર ગાડી ખાલી કરી દે તેવા ઉચ્ચારણ પણ કોન્સ્ટેબલ વીડિયોમાં કરી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ એસપી તરુણ દુગ્ગલની પ્રતિક્રિયા જાણતા તેમણે જણાવ્યું હતું કે, વિડીયો નવો હોય કે જુનો અમે તાત્કાલિક અસરથી સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.