આંખો સામે પોતાની પ્રેમિકા બીજાના બંધનમાં બંધાતા જોઈ પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી

જોધપુર: આજકાલ હત્યાના બનાવો ખુબ જ વધી રહ્યા છે. હત્યા તો જાણે એક સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાનના…

જોધપુર: આજકાલ હત્યાના બનાવો ખુબ જ વધી રહ્યા છે. હત્યા તો જાણે એક સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાનના જોધપુરથી એક સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે. જેમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, પ્રેમિકા લક્ષિતા પાલી જિલ્લાના સોજત રોડની રહેવાસી છે. તે જોધપુરની હેસ્ટેલમાં રહીને લો નો અભ્યાસ કરી રહી હતી. જ્યારે પ્રેમી હેમંત નાગૌર જિલ્લો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને સોમવારે રાત્રે જોધપુરના જાલોરી ગેટ સ્થિત એક હોટલમાં આવીને રોકાયા હતા.

એક હોટલની રૂમમાં સંદિગ્ધ હાલતમાં એક લાશ મળી હતી. સૂચના મળવા પર સરદારપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં જઈને જોયું તો હોટલનો દરવાજો બંધ હતો. જેથી દરવાજો તોડીને પોલીસે અંદર પ્રવેશ કર્યો તો 25 વર્ષની લક્ષિતા લોહીથી ખરડાયેલી હાલતમાં પડી હતી. તેના શરીર પર ચાકુઓના નિશાન હતા. ત્યારબાદ પોલીસ દ્વારા પરિવારજનોને સૂચના આપવામાં આવી હતી. લાશને પોસ્ટમોર્ટમ કરીને પરિવારના લોકોને સોંપી દેવામાં આવી છે.

આ ઉપરાંત, બીજી બાજુ મંગળવારે સવારે મંડોર રેલવે સ્ટેશન પાસે પ્રેમી હેમંતની લાશની કપાયેલી હાલતમાં મળી હતી. આ અંગે પોલીસે જણાવ્યું કે, હેમંત કપડાનો વેપારી છે. ટ્રેનમાં કપાઇ જવાથી શરીરના બે ભાગ થઇ ગયા હતા. હેમંતના ખિસ્સામાં રહેલા આઈડી કાર્ડથી ખબર પડી કે તે નાગૌરનો રહેવાસી છે.

જાણવા મળ્યું છે કે, પ્રેમિકા લક્ષિતાની 7 દિવસ પહેલા સગાઇ થઇ હતી. પોલીસની જાણકારી પ્રમાણે હેમંત અને લક્ષિતા વચ્ચે પ્રેમ પ્રેકરણનો મામલો છે. હેમંત અને લક્ષિતા છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. પોલીસ દ્વારા બંનેની લાશ પરિવારજનોને સોંપીને તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *