ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન અત્યારે પોતાના પરિવારની સાથે સમય વિતાવી રહ્યાં છે. બીજી તરફ તેમની ટીમ દિલ્હી કેપિટલ્સ IPL 2021ની બીજી સિઝન માટે UAE પહોંચી ગઈ છે. પરંતુ શિખર ધવન અત્યારે પોતાના પરીવાર સાથે માતાજીના દર્શન કરી રહ્યાં છે.
હાલમાં શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પર પોતાની અમુક તસ્વીરો શેર કરી છે અને શિખર ધવને પોતાના પ્રશંસકોને જણાવતા કહ્યું છે કે, તેમણે જમ્મુમાં વૈષ્ણો દેવીની પગપાળા યાત્રા પૂર્ણ કરી છે. તસ્વીરો શેર કરતા તેમણે પોતાના પિતા માટે એક મહત્વનો મેસેજ પણ લખ્યો છે.
IPL 2021ની બીજી સિઝન માટે UAE ની યાત્રા કરતા પહેલા શિખર ધવને પરિવારના સભ્યોની સાથે થોડો સમય પસાર કર્યો. શિખર ધવને વૈષ્ણો દેવી મંદિરમાં માતાજીના દર્શન કર્યા. ગુરૂવારના રોજ તેમણે વૈષ્ણો દેવી યાત્રાની અમુક તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં શિખર અને તેમનો પરિવાર માતા વૈષ્ણો દેવીની પગપાળા યાત્રા કરી રહ્યાં છે. તેમની આ તસ્વીરોને આશરે 6 લાખ લોકોએ પસંદ કરી છે અને સાથે સાથે પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ સહિત ઘણાં લોકો ‘જય માતાજી’ની કોમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
શિખર ધવને લખ્યું છે કે, વૈષ્ણો દેવીની પગપાળા યાત્રા ખૂબ જ આધ્યાત્મિક રહીં છે. મને આ જોઇને બાળપણના દિવસો યાદ આવી ગયા. બાળપણમાં મારા પિતા મને અહીં લઈને આવી રહ્યાં હતા. પણ આ વખતે મારા પિતાને વૈષ્ણો દેવીના દર્શન કરાવીને મને ખુબ જ સારી અનુભૂતિ પ્રાપ્ત થઈ. બાળપણના દિવસોને યાદ કરીને રસ્તામાં શેરડીના રસ અને મેગીની મજા પણ માણી. જૂની યાદો વાગોળી. ખૂબ સારો અનુભવ રહ્યો અને યાત્રા ખુબ જ મહત્વની અને યાદગાર બની ગઈ.
ધવને માતા વૈષ્ણો દેવીના દરબારમાં જોઈને તેમના ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉમટી પડ્યા હતા. શિખર ધવનના આવવાની સુચના મળ્યાં બાદ ધવનને મળવા માટે ઘણાં લોકો હોટલમાંથી બહાર પણ આવી ગયા હતા. ત્યારબાદ તેમની સુરક્ષાનું કડક આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણો દેવી ધામમાં શ્રાઈન બોર્ડના પદાધિકારીઓએ પણ સ્ટાર ક્રિકેટર શિખર ધવનની સાથે મુલાકાત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.