લોકડાઉનના કારણે શહેરો-શહેરો માં જવાની કડક રીતે મનાઈ કરી દેવામાં આવી હતી. કોઈ વ્યક્તિને ખુબ જ જરૂરી અને ઈમરજન્સી સિવાય કોઈ ને પણ પોતાના શહેરની બહાર જવા ડેતા ન હતા. અને તેમ છતાં કોઈને જવું હોય તો પરવાનગી લઈને જવું પડે છે. કોઈને પણ વગર કામે બહારગામ જવા દેવા માટે સરકારની કડક પણે મનાઈ છે.
ગઈકાલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન 4.0 ના નવા નિયમો જાહેર કર્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવતા કહ્યું હતું કે, પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં.
જેથી આજ રોજ વહેલી સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકોની ભારે માત્રામાં અવર-જવર જોવા મળી હતી. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. ત્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકનો માલ-સામાન આપવાનું શરૂ કર્યું છે. લોકોએ પણ સાવચેતી જાળવીને 1-2 મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોરોનાના દર્દીઓની ઝડપથી સારવાર આપી શકાય તે હેતુથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડીંગની મુલાકાત લઈને તેનું નીરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ હતાં. આ મુલાકાત બાદ નીતિન પટેલે જણાવતા કહ્યું હતું કે કન્ટેનમેન્ટ ઝોન સિવાય, રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news