ગુજરાત(Gujarat): રાજ્ય સરકાર દ્વારા સિવિલ-સોલા સિવિલના અનિયમિત તબીબો પર લાલ આંખ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર્સના કામનો રિપોર્ટ તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં ડોક્ટરો-કર્મચારીઓ સવારે 9થી સાંજના 5 વાગ્યા દરમિયાન ફરજ પર હાજર રહે તેનું ધ્યાન રાખવાની વિભાગના વડાઓને સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્ય સરકારના આદેશને કારણે સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની કોન્ટ્રાક્ટ પર નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે, જેઓને દર મહિને એક લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરોએ અઠવાડિયામાં 2 વખત OPDમાં આવવાનો નિયમ છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, આ કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરો અઠવાડિયામાં બે વાર તો આવે જ છે, પરંતુ તેઓ અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ જતાં હોવાને કારણે સરકારી હોસ્પિટલમાં માત્ર બે કે ત્રણ કલાક જ OPD ચલાવીને જતા રહે છે, તે પ્રકારની અનેક ફરિયાદો ઉઠી હતી. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા ગુલ્લીબાજ ડૉક્ટરના કામકાજનો હિસાબ માંગવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર્સના કામનો રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે (કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરોએ) એક મહિનામાં હોસ્પિટલમાં કેટલા દિવસ અને કેટલી OPD ચલાવી છે. સાથે કેટલી સર્જરી કરી અને કેટલા દર્દીઓને તપાસ્યા છે જેવી લેખિત માહિતી એક મહિનામાં આપવાનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
વિવિધ વિભાગના વડાઓને પણ આપવામાં આવી છે સૂચના:
જણાવી દઈએ કે, રાજ્ય સરકારે સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડાઓને ડોક્ટરો-કર્મચારીઓ સવારે 9થી સાંજના 5 દરમિયાન ફરજ પર હાજર રહે તે અંગેનું ધ્યાન રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.