કોરોના ટેસ્ટ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મોટી જાહેરાત- જાણીને આનંદ થશે

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના વધતા કેસ વચ્ચે કોરોનાનો રીપોટ કરાવવો ખુબ જ અગત્યનો હતો. ટેસ્ટ કરવાના ભાવ અત્યાર સુધી ખુબ જ વધુ હતા. જેના કારણે હાલમાં કોરોના સંકટ વચ્ચે કોરોના ટેસ્ટિંગના ચાર્જને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે, સરકારે કોરોના ટેસ્ટિંગના ચાર્જમાં ઘટાડો કર્યો છે. કોરોના ટેસ્ટિંગ માટે અગાઉ 4 હજાર રૂપિયા ચાર્જ લેવાતો હતો જે હવે ઘટાડીને 2500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ખાનગી લેબમાં હવે 2500 રૂપિયામાં ટેસ્ટ થશે. જો ઘરે આવીને કોરોના ટેસ્ટ કરાવે તો ત્રણ હજાર રૂપિયા ચાર્જ લેવાશે. જો ખાનગી લેબોરેટરીની વધુ ચાર્જ કરશે તો માન્યતાઓ રદ કરી દેવામાં આવશે. નાગરીકો પાસેથી કોઈ પણ વધારાનો ચાર્જ લઈ શકાશે નહી. લોકો પાસેથી સરકારે નક્કી કરેલા ચાર્જ કરતાં વધુ ચાર્જ લેનારી લેબોરેટરીની માન્યતા રદ કરી દેવામાં આવશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, મધ્યમ વર્ગના લોકોમાં આ રકમ વધારે હોવાના કારણે રાજ્ય સરકારે આ બાબતે વિચારણા કરીને ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કર્યો છે. આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી. સરકારે કોરોના ટેસ્ટ માટે રૂપિયા 1500નો ઘટાડો કર્યો છે. આજથી ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટનો ચાર્જ હવે 2500 રૂપિયા થશે. તો જો ઘરે બોલાવીને ટેસ્ટ કરાવશો તો 3000 રૂપિયા ચુકવવાનાં રહેશે

ચાર્જમાં 1500 રૂપિયાનો ઘટાડો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી મીડિયાને આપવામાં આવેલી માહિતી પ્રમાણે ખાનગી લેબમાં થતાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ધરખમ 1500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ વ્યક્તિ ખાનગી લેબમાં જઈને પોતાનો કોરોના ટેસ્ટ કરાવશે તો તેણે આ માટે 2500 રૂપિયા ચૂકવવા પડશે. જો લેબનો કર્મચારી કોઈ વ્યક્તિના ઘરે કે હૉસ્પિટલ જઈને સેમ્પલ મેળવશે તો આ માટે જે તે વ્યક્તિએ 3000 હજાર રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

દરરોજ સરેરાશ 500 લોકો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવે છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, જો કોઈ લેબ વધારે ભાવ લેશે તો લેબની માન્યતા રદ્દ કરવામાં આવશે. દરરોજ સરેરાશ 500 લોકો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવે છે. નીતિન પટેલે કહ્યું કે જેમને જરૂર છે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે કોરોના સામે રાજ્યમાં પુરતી વ્યવસ્થા છે.

વધુ ચાર્જ લેનાર લેબોરેટરી સામે લેવાશે પગલાં

નીતિન પટેલે કહ્યું કે, કોઈ પણ લેબોરેટરી નક્કી કરેલી કિંમત કરતા વધુ ચાર્જ લેશે તો એ લેબોરેટરીની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે. તેમણે જોકે, નાગરિકોને સરકારી લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકારી લેબોરેટરીમાં અંદાજે ચારથી સાડા ચાર હજાર દરરોજના ટેસ્ટ કરવામાં આવે છે જે વિનામૂલ્યે થાય છે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરી ટેસ્ટ આ માટે લગભગ 4000 રૂપિયા ચાર્જ લેતી હતી. રાજ્ય સરકાર પોતાની લેબોરેટરીમાં વિનામૂલ્યે કરતી ટેસ્ટિંગ કરાવતી હોય ત્યારે કેટલીક વ્યક્તિઓને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો હોય તો 4000 ની ચુકવણી કરવી પડતી હતી તે ધ્યાનમાં આવતા આ અંગે જુદા મુદ્દાઓ આવરી કોર્ટમાં પિટિશન પણ ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણયનો આજથી અમલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *