મુંબઈ (Mumbai) એટલે ભારત (India) દેશનું આર્થિક પાટનગર, મુંબઈમાં ગગનચુંબી બિલ્ડિંગો (Skyscrapers) ની હારમાળા છે. વરલી (Worli) માં દેશની પ્રથમ અને સૌથી ઊંચી 88 માળ ધરાવતી અને 320 મીટરની બિલ્ડિંગ છે. હવે તેજ દિશામાં ગુજરાત (Gujarat) રાજ્યનું અમદાવાદ (Ahmedabad) શહેર આગળ વધી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ અને સૌથી ઊંચી 41 માળની 145 મીટર ઊંચી બિલ્ડિંગને ટૂંક સમયમાં મંજૂરી મળશે. ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ બિલ્ડિંગ હશે જેને સરકારે ટોલેસ્ટ બિલ્ડિંગને મંજૂરી આપી હોય. માહિતી અનુસાર આ પ્રોજેક્ટનું નામ ટાઈટેનિયમ વર્લ્ડ ટાવર છે. તેની ટીપી નંબર 51 (બોડકદેવ, વેજલપુર, મકરબા) છે. મકરબામાં બનનારું આ બિલ્ડિંગ સંપૂર્ણ પણે રેસિડન્ટ કેટેગરીનું હશે.
ચીનમાં વિશ્વના ટોપ 100 ટોલેસ્ટ બિલ્ડિંગ પૈકી 50 ટકા છે. રાજ્ય સરકારે અમદાવાદમાં પણ શાંઘાઈ અને દુબઈ જેવા બિલ્ડિંગો નિર્માણ પામે તેવું સંયુક્ત પ્લાનિંગ હાથ ધર્યું છે. અમદાવાદમાં અત્યાર સુધી 35 માળની સૌથી ઊંચી હાઈરાઈઝનું નિર્માણ કરવા મંજૂરી મળેલ છે.
સૂત્રોના કહેવા અનુસાર અમદાવાદ બાદ હવે સુરત, રાજકોટ અને વડોદરામાં તબક્કાવાર સરકાર મંજૂરી આપશે. 70 મીટર સુધીનું બાંધકામ કરવા માટેની મંજૂરી રાજ્યની આઠે મહાનગરપાલિકા પાસે મંજૂરી આપવાની સત્તા છે. આ કરતા વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગ બિલ્ડરે બનાવી હોય તો તેણે ફરજીયાત રાજ્ય સરકાર પાસે મંજૂરી લેવી પડે છે.
અત્યાર સુધી સરકારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર 6 ટોલેસ્ટ બિલ્ડિંગને મંજૂરી આપી છે. તેથી ઉંચાઈ 108.5થી લઈ 138.95 મીટર છે. એટલે કે, બિલ્ડિંગનું બાંધકા 35 માળ સુધીનું કરવા માટેની મંજૂરી મળેલી છે. 2 ઓગસ્ટ 2022એ ઋષિકેશ હાર્મની (31 માળ), ટાઈમ્સ-104 (29 માળ) અને ધી થર્ટી ફસ્ટ (32 માળ)નો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.