સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચા કરીને રોડ બનાવવામાં આવે છે પરંતુ ભ્રષ્ટાચારને લીધે સરખા રસ્તાઓ બનતા નથી અને બને તો વરસાદ પડતાની સાથે જ રસ્તા બેહાલ થઇ જાય છે અને રસ્તાઓ પર અકસ્માત સર્જાવા લાગે છે. તો કેટલાય લોકોના અકસ્માત થવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારે આવું જ કઇક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા નેશનલ હાઈવેનું કામકાજ છે.
નેત્રંગથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા નેશનલ હાઈવેનું સમારકામ થયાને માત્ર એક વર્ષ પૂર્ણ થયુને પ્રથમ વરસાદમાં પણ જુના ખાડા પાછા ફરી એજ જગ્યાએ પડી જતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડ ઉપર ખાડા જ ખાડા પડી ગયા હોવાથી અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. સારો રસ્તો સમજી પુર ઝડપે જતા વાહનો આકસ્મિક ખાડામાં પડતા વાહન ચાલકો ભારે નુકશાની ભોગવી રહ્યા છે.
દરેક નદી નાળા ઉપરના પુલ ઉપર અને બન્ને છેડે પણ ખાડા પડી જતા ઘણા વાહનો બગડી જાય છે. આ બાબતે વારંવાર ઘણી રજૂઆતો છતાં સરકારી હાઈવે ઓથોરીટીના અધિકારીઓની બેદરકારી અને યોગ્ય કામગીરી ના અભાવે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.સત્વરે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો કરી રહ્યા છે.
નેત્રંગથી રાજપીપળા તેમજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મહત્વનો માર્ગ છે. આમ છતા આ માર્ગનું યોગ્ય સમારકામ ન કરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.નવા બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેત્રંગ, કોસ્યાકોલા, કાંટીપાડા, કોચબાર, ખરાઠા, મોવી ચોકડી, પલસી, ગાડેત, વિસાલખાડી, માંડણ વગેરે આખા માર્ગ ઉપર ગાબડાઓ પડી જતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે .
નેત્રંગ ચાર રસ્તાથી અમરાવતી નદીના પુલ સુધી ગાબડાઓ પુરવામાં કપચી છૂટી પડી જતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે. નવા બનાવેલા રસ્તા ઉપર ખાડા પડી જવા એ ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા છે.આ ખાડાઓ રીપેરીંગ કરાવી ન્યાયિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકોએ માંગણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.