Ambalal Patel Prediction: ગુજરાતમાં આઠમા નોરતેથી શરૂ થયેલો વરસાદ દશેરાએ ગુજરાતના 39 તાલુકામાં પહોંચ્યો. શનિવારે દશેરાએ સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં સવા ઈંચ વરસ્યો. હજુ 2 દિવસ વરસાદ પડવાની આગાહી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના લો પ્રેશરથી હવે વાતાવરણમાં મોટી હલચલ થશે આ સાથે જ અંબાલાલ પટેલે ડિસેમ્બર સુધીની આગાહી (Ambalal Patel Prediction) કરી દીધી છે. જેમાં વાવાઝોડું, માવઠું, કાતિલ ઠંડી બધુ જ જોવા મળશે. ત્યારે આગામી સમયમાં કેવું રહેશે વાતાવરણ આવો વધુમાં જાણીએ
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો બેવડો ફટકો પડી શકે છે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ બંને સ્થળોએ બે હવામાન પ્રણાલીઓ વિકસિત થઈ રહી છે.
સ્કાયમેટ વેધરએ પણ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બનવાની ચેતવણી જારી કરી છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 દિવસમાં એટલે કે 13 ઓક્ટોબર સુધીમાં મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે.
વાવાજોડાની સ્થિતિ
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. સ્કાયમેટ વેધર અનુસાર, 12 ઓક્ટોબર સુધીમાં, આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. આના કારણે નીચા દબાણનો વિસ્તાર પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. આ મોસમી હિલચાલ 16 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
ઠંડીનું જોર વધશે
14-15 તારીખથી જે માવઠું પડવાનું છે, તેની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે.તેમજ આ વર્ષે ઠંડીનું જોર વધે તેવી પણ શક્યતા રહેલી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App