ગુજરાત(Gujarat): બનાસકાંઠાના એક કથાકારે વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી(Threatens CM) આપતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બે મિનિટના વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા મોકલી આપવાની માંગ કરી રહ્યા છે અને કહ્યું કે, જો પૈસા નહીં આપવામાં આવે તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દેવાની ધમકી આપી રહ્યો છે. કથાકારના આ વીડિયો(Viral video) મામલે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને સાથે તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
અગિયાર દિવસનું અલ્ટીમેટમ, 1 કરોડ મોકલી આપો નહિતર…
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં કથાકાર તેની ઓળખ બનાસકાંઠાના વાવ તાલુકાના બટુક મોરારિબાપુ મહેશ ભગત તરીકે ઓળખ આપી રહ્યા છે. અંદાજે બે મિનિટના વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને સંબોધીને કહી રહ્યો છે કે અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા મોકલી આપજો નહિતર તો ત્રણ મહિનામાં જ ઉપાડીને ફેંકી દઈશ.
વાયરલ વિડીયોમાં જુઓ શું કહ્યું બાપુએ:
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયો 1 મિનિટ 49 સેકન્ડનો છે. જેમાં કથાકાર કહી રહ્યા છે કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામ કથાકાર બટુક મોરારિબાપુ બોલી રહ્યો છું. વાવ બનાસકાંઠા મહેશ ભગત બટુક મોરારિબાપુ. અગિયાર દિવસની અંદર એટલે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો નહીં તો ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ નહીં કરવા દવ અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ.
એક કરોડ રૂપિયા પકડાવી જજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદીએ બેસાડ્યા છે ને તો એક કરોડની દક્ષિણા આપી જાવ. એક કરોડ, એકપણ રૂપિયો ઓછો નહીં અને એ પણ આજે તારીખ 25 થઈ છે. 5મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલી એક કરોડ રૂપિયા મને પકડાવી જજો. તો શાંતિથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે. નહીં તો ફક્ત ત્રણ મહિનાની અંદર તને ઉપાડીને ફેંકી દઈશ. હું બટુક મોરારિબાપુ બોલું છું મહેશ ભગત વાવ.
વીડિયો વાઈરલ થયા બાદ કથાકારને આવ્યો રેલો:
બટુક મોરારિબાપુ મહેશ ભગતનો વીડિયો વાઈરલ થયા બાદ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ, તેમનો ફોન સ્વીચ ઓફ આવે છે અને હાલમાં ફરાર છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.