વિર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીમાં આવેલી એક હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવ અને ભોજનની ગુણવત્તાને લઇને વિરોધ નોંધાવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ યુનીવર્સીટીના ગેટની બહાર બેસી ગયા હતા અને નારાઓ લગાવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. આ મામલે કોઈ પણ નિવેડો વહેલી તકે નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ભૂખ હડતાલ કરવાની ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી હતી.
એક રીપોર્ટ અનુસાર વિર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં પ્રાથમીક સુવિધાઓના અભાવને લઇને યુનીવર્સીટીના ગેટની બહાર હોબાળો કરવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ યુનીવર્સીટીના ગેટની બહાર બેસી ગયા હતા અને તાનાશાહી નહીં ચલેંગીના નારાઓ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાથીઓએ હોસ્ટેલના સંચાલકો પર આક્ષેપ કર્યા છે કે, હોસ્ટેલમાં લીફ્ટ વારંવાર બગડી જાય છે, બાથરૂમમાં પણ પુરતી સુવિધાઓ નથી. આ ઉપરાંત હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં ઘણી વાર જીવડાઓ આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીઓએ પોતાની આ તમામ સમસ્યાઓને લઇને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે, એમની આ સમસ્યાનો વહેલામાં વહેલીતકે નિકાલ લાવવામાં આવે પરંતુ તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓની કોઈ પણ સમસ્યાનો ઉકેલ ન લવાતા રોષે ભરાયેલા વિધાર્થીઓ અંતે આ માર્ગ અપનાવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, આગામી સમયમાં તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિધાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.