અમરેલી(ગુજરાત): આજકાલ રાજ્યમાં છેડતીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થિનીઓનો પીછો કરતા એક સગીરને ઝડપી પાડી ત્રણથી ચાર યુવતીઓએ જાહેરમાં મેથીપાક ચખાડી સગીરની સાન ઠેકાણે લાવી દીધી હોવાનું સામે આવ્યું છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
હાલમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે વીડિયો લાઠી તાલુકાના શેખપીપરિયા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓ એક સગીરને જાહેરમાં ચપ્પલ વડે ફટકારતા નજરે પડે છે. વાઈરલ વીડિયોમાં થઈ રહેલા સંવાદ મુજબ સગીર દરરોજ વિદ્યાર્થિનીઓનો પીછો કરી પજવણી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યું છે કે, ત્રણથી ચાર વિદ્યાર્થિનીઓ સહિત અન્ય બે લોકો મળી રોમિયોગીરી કરવા આવેલા સગીરને થપ્પડો અને ચપ્પલ વડે માર મારતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સગીર ‘હવે નહીં આવું’ અને ‘હવે નહીં કરું’ની વાત કરતો સંભળાઈ રહ્યો છે. જોકે, આ અંગે હજી સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.