નવસારી(ગુજરાત): હાલ જયારે રશિયા-યુક્રેન(Russia-Ukraine) યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે નવસારી(Navsari) જિલ્લાના અનેક લોકો યુક્રેનમાં ફસાયેલ હોવાથી છાત્રો ત્યાંથી પોલેન્ડ(Poland) તરફ જવા રવાના થયા છે. જોકે, આ છાત્રોઓ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના અનેક છાત્રો(Students) રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યા બાદ તેઓ યુક્રેનમાં જ ફસાઈ ગયા છે. જોકે, ચોક્કસ કેટલી સંખ્યા છે તે હજુ સરકારી તંત્રને પણ જાણવા મળ્યું નથી. તેમાં નવસારીનો દર્શ રૂપેશ મહેતા(Darsh Rupesh Mehta) પણ છે.
વિદ્યાર્થી 25 ફેબ્રુઆરીની રાત્રે તેના સાથીદાર જીગર વોરા સાથે કરચેલિયાથી પડોશી યુક્રેન, પોલેન્ડ ગયો હતો. તેમની સાથે બીજા ઘણા વિદ્યાર્થીઓ પણ હતા. રવિવારે બપોરે દર્શન સાથે વાત કરતાં તેના પિતા રૂપેશ મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ વાહનમાં સવાર થઈ ટર્નોપિલથી નીકળ્યા તો ખરાં પણ સરહદની પહેલી ચેકપોસ્ટથી 35 કિ મી લાંબી વાહનોની કતાર લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો. જેથી ઘણું વિલંબ થાય તેમ હતું.
40થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં વહેલા પહોંચવા માટે રાત્રે દર્શન સાથે પોલેન્ડ માટે પગપાળા નીકળ્યા. માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં તે આખી રાત 12 કલાક ચાલતા રહ્યા. આખરે, લાંબી અને કઠિન મુસાફરી પછી, તેઓ યુક્રેનમાં પ્રથમ પોસ્ટ પર પહોંચ્યા.
દર્શએ જણાવ્યું કે “કેટલાક યુક્રેનિયન સૈનિકોએ સારું વર્તન કર્યું અને કેટલાકે ખરાબ વર્તન કર્યું.” દર્શનના પિતા રૂપેશ મહેતાએ જણાવ્યું કે, પોલેન્ડ જવા માટે યુક્રેનના ટેર્નોપીલમાંથી બે ચેકપોસ્ટ પરથી પસાર થવું પડે છે. ચાર કિમી પછી પ્રથમ ચેકપોસ્ટ પછી બીજી આવે છે. દર્શ સહિત અનેક લોકો અન્ય ચેકપોસ્ટ પર પહોંચી ગયા છે. જ્યાં EXITનો સિક્કો લાગતા પોલેન્ડમાં જઈ શકાશે. જોકે, ચેકપોસ્ટ પર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, પોલેન્ડમાં એન્ટ્રી કરતા રાહત થશે એવુ જણાવાઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.