કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જ જોવા મળે છે. કોરોના વાયરસ દિવસે-દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. સુરત ખાતે કોરોનાનો કહેર ખુબ જ વધી ગયો છે. તેથી સુરતની તમામ હોસ્પિટલો હવે કોરોના સંક્રમિત દર્દીથી ફૂલ થવા લાગી છે. કેટલીક હોસ્પિટલમાં તો સાધન સામગ્રીનો પણ અભાવ છે. આ બધું ધ્યાનમાં લઈને એક સુરતી ઉદ્યોગપતિ એ કોરોના દર્દીઓ માટે નવી કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવી છે.
જેથી કોરોના વાઇરસના ચેપ લાગેલા એક દર્દીએ આ બધી બાબતોનું ધ્યાન રાખી કોવિડ હોસ્પિટલ બનાવી છે. હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય અને સુરત મહાનગર પાલિકાના કમિશનર અને આરોગ્યની ટીમ પણ આ કર્યક્રમમાં હાજર રહી હતી. કોવિડ-કેર હોસ્પિટલ અને મનપાનું MOU કરવામાં આવ્યું છે. ઓક્સિજન સુવિધાઓ સાથે રૂપાંતરિત કરવાનું કામ પણ કરાયું.
જેથી દરેક વ્યક્તિને નિઃશુલ્ક અને સમયસર સારવાર મળી રહે. મળતી માહિતી મુજબ 63 વર્ષના કાદર શેખ પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા આપી સારવાર કરાવી હતી. તેના પછી રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિએ એવા લોકો અંગે વાચાર્યું જે તેનો ખર્ચ ઉઠાવી શક્તા નથી. આવનારા દિવસોમાં પરિસ્થિતિ ખુબ જ ખરાબ થશે એવી પણ શકયતા છે. જેથી લોકોને સમયસર સારવાર મળી રહે તે હેતુસર સુરત રહેતા કાદર શેખે ગરીબો માટે આ હોસ્પિટલ ઉભી કરી છે.
માહિતી પ્રમાણે 30,000 ચોરસ ફૂટની ઓફિસની જગ્યાને કોવિડ કેર બનાવી અને 50થી વધુ બેડની સુવિધા ઉભી કરી છે. કોવિડ-19 સુવિધામાં ગરીબોને મફત સારવારની પણ વ્યવસ્થા કરાઈ છે. સુરતમાં કોવિડમાંથી સ્વસ્થ થયા પછી કાદર શેખ શેરયામ કોમ્પલેક્ષમાં સ્થિત પોતાના 30 હજાર સ્કવેર ફૂટમાં બનેલ ઓફિસ સ્પેસને 85 બેડવાળા કોવિડ-19 કેન્દ્રમાં તબદીલ કરવાનું કામ શરૂ કર્યું હતું જે હવે પૂરું થયું છે. કોરોનાની સંખ્યા સતત વધી રહી છે અને લોકો મોતને પણ ભેટી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.