ઉજ્જૈન: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત(Accident)માં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન, ઉજ્જૈન(Ujjain)નાં તાજપુર ચોપાટી(Tajpur Chopati) ચારરસ્તા પર બુધવારે સાંજે એક ઓઇલ ટેન્કરે બાઇક સવારને કચડી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બાઇક સવાર(Bike rider)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ ટેન્કર(Tanker)નો ચાલક પણ ફરાર થઇ ગયો હતો. જેને ગ્રામજનોની મદદથી પોલીસે(Police) પકડી પાડ્યો હતો. આ સમગ્ર અકસ્માત CCTV કેમેરામાં કેદ થયો હતો. તેનો વીડિયો ગુરુવારે સામે આવ્યો હતો.
View this post on Instagram
આ અંગે પાનવાસા પોલીસ સ્ટેશનના ટીઆઈ ગજેન્દ્ર પચોલીયાએ જણાવ્યું કે, તેજપુર ચોપાટી પર બાઇક સવાર અનોકીલાલ શર્મા (46) ચારરસ્તા પર રોડ ક્રોસ રહ્યો હતો ત્યારે સામેથી એક બસ આવી રહી હતી. અનોખીલાલે બાઇકની સ્પીડ ઓછી કરી હતી. આ દરમિયાન ઉજ્જૈન તરફ વધુ ઝડપે આવી રહેલા એક ટેન્કરે તેને ટક્કર મારી હતી. અનોખીલાલ બાઇક સાથે કૂદીને રસ્તા પર જ પડી ગયો. અનોખીલાલનું માથું ટેન્કરના વ્હીલ નીચે આવી ગયું. જાણવા મળ્યું છે કે, અનોખીલાલ પોતાના સંબંધીના ઘરેથી ઉજ્જૈન પરત ફરી રહ્યા હતા.
ઘટના બાદ ટેન્કરનો ચાલક નીચે ઉતરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે અન્ય વાહનોમાં વિજયગંજ મંડી પહોંચ્યો. પરંતુ, ગ્રામજનોએ તેને પકડી લીધો અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સોંપ્યો હતો. આ ઘટના અંગે ટીઆઈ ગજેન્દ્ર પચોલીયાએ જણાવ્યું હતું કે, અમે ટેન્કરના ચાલકની ધરપકડ કરી છે. ટેન્કર પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ અનોખીલાલનો મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.