ભારતમાં કોઈપણ દેશનાં મુકાબલામાં સૌથી વધારે ઈન્ટરનેટ યૂઝર્સ છે. ભારતમાં સબ્સક્રાઈબર્સની સંખ્યા 63 કરોડથી પણ વધારે છે. પરંતુ થોડીક કલ્પનાં કરો કે ભારત સરકાર સોશ્યલ મિડીયા પર ટેક્સ લગાવી દે તો ગાલત શું થશે. જોકે ભારત સરકારનો હાલ કોઈ એવો ઈરાદો નથી. પરંતુ લેબનાનમાં સરકારે વ્હોટસ્એપ અને ફેસબુકની કોલિંગ સેવા પર ટેક્સ લગાવ્યો છે.
સોશ્યલ મિડીયા પર સરકારનાં ફેલસા પછી લેબનાનની રાજધાની બેરૂતમાં હિંસક પ્રદર્શનો થયા હતા.ભારે હિંસક પ્રર્દશન દરમ્યાન ઢગલાબંધ કારોને આગ ચાંપી અને શહેરનાં માર્ગો પર ટાયર પણ સળગાવવમાં આવ્યા છે. આ ઘટનામાં બે લોકોની મોત થી ગઈ હતી. જ્યારે 40થી વધુ સુરક્ષાકર્મીઓ ઘાયલ થવાના સમાચાર છે. સાથે સાથે શહેરનાં એરપોર્ટ પર પ્રદર્શનકારીઓઓ ઘણા મુસાફરો સાથે મારપીટ પણ કરી હતી.
WhatsApp, ફેસબુક મેસેંજરથી કોલ કરવા માટે દર મહિને 150 રૂપિયા
ખરેખર, બાબત એવી છે કે લેબેનીસ સરકારની આર્થિક સ્થિતિ નબળી છે. આવી સ્થિતિમાં તેમાં તેમણે બજેટ માટે લોન લેવી પડશે. દેવાના બોજને ઘટાડવા માટે સરકારે ફેસબુક મેસેંજર અને વોટ્સએપથી વોઇસ કોલિંગ પર 150 રૂપિયાનો ટેક્સ લગાવી દીધો છે. સરકારના આ નિર્ણય બાદ હંગામો થયો છે, જોકે સરકારે ઘણાં હંગામાં વચ્ચે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.