અમદાવાદમાં શિક્ષકે 11 વર્ષની વિદ્યાર્થિનીને બેડ ઉપર સૂવડાવીને કિસ કરી પછી છાતી પર…

સરકાર બેટી બચાવો, બેટી પાઢાઓની વાતો તો કરે છે. પણ હવે સ્કૂલમાં જ છોકરીઓ સુરક્ષિત ન હોવાના અવારનવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની હેવાનિયતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે. અમદાવાદના વાડજમાં હવસના ગુરુએ 11 વર્ષની એક વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા હતા. એક હેવાન શિક્ષકે પોતાના જન્મદિવસે જ એક વિદ્યાર્થિનીને તેના ગાલ પર બચકાં ભરીને છેડતી કરી હતી. એટલું જ નહીં, તેણે માતા-પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના જૂના વાડજમાં એક વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. સંતાનમાં તેને 11 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો છે. બંને બાળકો જૂના વાડજની મ્યુનિસિપલ શાળા નંબર-3માં અભ્યાસ કરે છે. પોતે આ સ્કૂલમાં એસએમસી સભ્ય પણ છે. આ શાળામાં અશ્વિન પટેલ નામનો શિક્ષક અવારનવાર 11 વર્ષની બાળકી સાથે મસ્તી કરતો હતો અને તેના પિતાને કહેતો કે તમારી છોકરી ખૂબ ચંચળ છે. આ બાબત તેઓને ન ગમતા પ્રિન્સિપાલને અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ કોઇ પગલાં ન લેવાતા પિતાએ લિવિંગ સર્ટિફિકેટ માંગ્યું હતું. જોકે, ચાલુ અભ્યાસે તે સ્કૂલ ન છોડી શકે તેમ સત્તાધીશોએ કહ્યું હતું.

શિક્ષક અશ્વિન પટેલ અવારનવાર ચાલુ ક્લાસે આ વિદ્યાર્થિનીને એકિટસે જોયા કરતો હતો. ગત તા. 28મીએ અશ્વિન પટેલનો જન્મદિવસ હોવાથી તેણે શાળાના તમામ શિક્ષકોને ચોકલેટ આપી હતી અને બાદમાં વિદ્યાર્થીઓને તે ચોકલેટ આપવા જતો હતો. આ દરમિયાન શાળાના પ્રથમ માળની સીડી પર પસાર થતી વિદ્યાર્થિનીને રોકીને તેને ગાલે બચકું ભર્યું હતું અને છાતી પર હાથ ફેરવ્યો હતો.

બીજા દિવસે સગીરા એક્ટિવા લઈને બહાર નીકળી હતી, અને ઘરે મોટી મમ્મીનાં ઘરે જઉ છું તેવું કહ્યું હતું. પણ જ્યારે પિતા ઘરે આવ્યા તો તેઓએ આ મામલે સગીરાની તપાસ કરી હતી. સગીરાનું એક્ટિવા ટ્યુશન ક્લાસના સરના ઘરની બહાર પડ્યું હતું. ઘરનો દરવાજો બંધ હતો. સગીરાના પિતાને જોઈને શિક્ષક ભાગી ગયો હતો.

જે બાદ સગીરાએ કહ્યું કે, શિક્ષકે દાખલા ગણવાના બહાને તેને બોલાવી હતી અને હું ઘરે આવતાં તેમણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દઇને મને બેડ ઉપર સૂવડાવી દઇને કીસ કરીને શરીરે અડપલા કરતાં હતાં. અગાઉ પણ ઘરમાં બોલાવીને મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. સ્કૂલમાં પણ મને અવાર-નવાર લાઇબ્રેરીમાં બોલવતાં હતા. આ મામલે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *