વિદ્યાર્થી કરતા તો શિક્ષકોને ઘરે જવાની વધારે ઉતાવળ ફાટી છે! ધો.૧ ની બાળકી સ્કુલમાં જ પુરાઈ ગઈ, રડી રડીને…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુરાદાબાદ(Moradabad)માં કુંદરકી(Kundaraki) બ્લોકમાં સ્થિત ગુરેર ગામની પ્રાથમિક શાળા(school)ના શિક્ષકો(Teachers)ની મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જેના કારણે એક વિદ્યાર્થીનીને શિક્ષકોની બેદરકારીનો ભોગ…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુરાદાબાદ(Moradabad)માં કુંદરકી(Kundaraki) બ્લોકમાં સ્થિત ગુરેર ગામની પ્રાથમિક શાળા(school)ના શિક્ષકો(Teachers)ની મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જેના કારણે એક વિદ્યાર્થીનીને શિક્ષકોની બેદરકારીનો ભોગ બનવું પડ્યું હતું. જ્યાં શાળાની રજા બાદ પોતપોતાના ઘરે જવાની ઉતાવળમાં શિક્ષકોએ તપાસ કર્યા વગર શાળાને તાળા મારી દીધા હતા. જેના કારણે ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીને 3 કલાકથી વધુ સમય સુધી શાળામાં બંધ રહેવું પડ્યું હતું.

બીજી તરફ, બાળકી ઘરે ન પહોંચતા પરેશાન પરિવારના સભ્યોએ ગામના બાળકોની પૂછપરછ શરૂ કરી હતી. જાણ થતાં શાળાએ પહોંચી ગયેલ પરિવારજનો બાળકીને શાળામાં બંધ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકીની રડી-રડીને હાલત ખરાબ થઇ ગઈ હતી. બાળકીને શાળામાં બંધ જોઇને માતા પિતાની આંખો પહોળીને પહોળી રહી ગઈ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળેથી 112ને કોલ કરવામાં આવ્યો અને પછી પોલીસ આવી અને સ્કૂલનું તાળું ખોલ્યું ત્યાર બાદ બાળકી બહાર આવી હતી. તે જ સમયે, આ મામલાની માહિતી મળ્યા પછી, BSA એ સંજ્ઞાન લીધું છે અને સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે. આ મામલો મુરાદાબાદના કુંદરકી બ્લોકના ગુરેર ગામનો છે જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારીના કારણે ધોરણ 1માં ભણતી એક છોકરીને ત્રણ કલાકથી વધુ સમય સુધી શાળામાં બંધ રહેવું પડ્યું હતું.

તે જ સમયે, જ્યારે બાળકી સમયસર ઘરે ન પહોંચી, ત્યારે પરેશાન પરિવારના સભ્યોએ ગામમાં બાળકોની પૂછપરછ શરૂ કરી, જ્યારે કોઈએ પરિવારને છોકરીની શાળામાં બંધ હોવાની જાણ કરી ત્યારે પરિવારજનો ખરાબ રીતે રડી પડ્યા હતા. માહિતી બાદ પરિવાર શાળાએ પહોંચ્યો અને 112 પર ફોન કરીને છોકરીને બહાર કાઢવા માટે પોલીસને બોલાવી હતી. જે બાદ શિક્ષકને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તાળું ખોલીને બાળકીને બહાર કાઢવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *