નવસારીમાં ગુરુ-શિષ્યના સબંધો લજવાય: વિદ્યાર્થીની સાથે એવાં ગંદા કામ કર્યા કે…, જાણીને તમારું માથું પણ શરમથી જુકી જશે

હાલમા ગુજરાતમાં ગુનાખોરીની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને સ્ત્રી પરનાં ગુનાઓમાં ગુજરાતમાં અચાનક વધારો જોવા મળ્યો છે. ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. જાણવા મળ્યું છે કે, આરોપી બીજો કોઇ નહી પરંતુ તેનો જ ગુરૂ છે.

શિક્ષણ જગતને બદનામ કરતી વધારે એક ઘટના નવસારીમાંથી સામે આવતા હોબાળો મચી ગયો છે. ગુરૂને જ્યારે માતા પિતાથી પણ ઉંચુ સ્થાન મળ્યું છે ત્યારે આ ગુરૂએ સંબંધો લજવ્યા છે. આ કાળયુગી શિક્ષકને કારણે ગુરુ શિષ્યના સંબંધને લાંછન લાગ્યું છે. લગ્નની લાલચ આપી વલસાડના શિક્ષકે બિલ્લીમોરાની વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

શિક્ષકના લગ્નનની જાણ યુવતીને થતાં યુવતીના પરિવારજનોએ પીઠીને દિવસે શિક્ષકને માર માર્યો હતો. સમગ્ર ઘટના અંગે વલસાડ પોલીસે મધ્યસ્થી કરીને યુવતીના પરિવારને બિલ્લીમોરા પોલીસમાં કેસ દાખલ કરવાં જણાવ્યુ હતું. હાલમાં તો આ શિક્ષકનાં લગ્ન થાય તે પહેલા જ તે જેલ મોકલવામાં આવ્યો છે.

બિલ્લીમોરની ખ્યાતનામ શાળામાં ભણાવતા આ હવસખોર શિક્ષક મયુર રાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ભણાવવાના બહાનું બનાવી વિદ્યાર્થીની સાથે તેના ઘરે તેમજ વલસાડમાં શરીર સંબંધો બાંધ્યા હતા. 22 વર્ષની વિદ્યાર્થીનીએ આ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. હાલ તો સમગ્ર ઘટનાને પગલે લગ્ન પહેલા જ શિક્ષકને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સામે આવતા વલસાડ-નવસારીમાં હોબાળો મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *