સુરત (Surat) શહેરમાં શાકભાજીવાળા અને મહાનગર પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. અવારનવાર દબાણખાતાના અધિકારીઓ કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતા રહે છે, ત્યારે ફરીએકવાર બળજબરીથી ગરીબ શાકભાજીવાળાને માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં આજે સાંજના સમયે શાકભાજી પાથરણાવાળા અને મનપાના કર્મચારી વચ્ચે ઉગ્ર ઘર્ષણ ફાટી નીકળ્યું હતું.
અવારનવાર સુરત મહાનગરપાલિકા દ્વારા અડધો રોડ રોકીને બેઠેલા શાકભાજી વાળાની લારીઓ અને સામાન જપ્ત કરવામાં આવે છે. આ દરમિયાન ઘણીવાર મનપાના કર્મચારીઓ સાથે બબાલ થતી હોય છે. હાલ આવી જ ઘટના ડીંડોલી વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં મહાનગર પાલિકાની ટીમ દ્વારા શાકભાજી લઈ જતા બબાલ ઊભી થઈ હતી.
જોતજોતામાં ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું, તે દરમિયાન પાલિકાની ટીમે શાકભાજીવાળા પર બળપ્રયોગ કરીને માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે. ઘણી માથાકુટ બાદ આ દરેક શાકભાજી વાળા ને વાહનમાં બેસાડી ડિંડોલી પોલીસ મથક લઈ જવાયા હતા. આ દરમિયાન મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.