દક્ષિણ ભારતમાં આવેલા તિરૂપતિ બાલાજીના મંદિરને અંદાજે 80 દિવસ બાદ ખોલવામાં આવ્યું અને મંદિરના દરવાજા ખુલતાં જ ભક્તોએ ધનવર્ષા કરી દીધી. મંદિરના કર્મચારીઓએ જ પહેલાં ત્રણ દિવસમાં 65 લાખ રૂપિયાથી વધારે દાન આપ્યું. ત્યાં જ, 11 જૂને સામાન્ય લોકો માટે લોકડાઉન બાદ પહેલીવાર મંદિર ખુલ્યું. લગભગ સાત હજાર લોકોએ 43 લાખ રૂપિયાનું દાન તિરૂપતિ બાલાજીને ચઢાવ્યું.
3 દિવસમાં 65 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું
કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિરને બંધ કરવામાં આવ્યું હતુ. 11 જૂનથી મંદિર ખુલતાં જ શરૂઆતના 4 દિવસમાં જ દાનનો આંકડો લગભગ સવા કરોડને પાર પહોંચી ગયો છે. તિરૂપતિ બાલાજીના મંદિરમાં પ્રથમ દિવસે જ એક 43 લાખ રૂપિયાનું દાન કર્યું છે અને છેલ્લા 3 દિવસમાં 65 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
20 માર્ચથી બંધ તિરૂપતિ મંદિરને 8 જૂને ખોલવામાં આવ્યું હતું. 8, 9 અને 10 જૂને બહારના શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ હતો. માત્ર મંદિરના કર્મચારીઓ અને તેમના પરિવારને જ દર્શનની મંજૂરી હતી. પરંતુ આ ત્રણ દિવસમાં જ મંદિરમાં લગભગ 65 લાખ રૂપિયાથી વધારે દાન આવ્યું.
11 જૂને 42 લાખ 88 હજાર રૂપિયા દાન મળ્યું
8 જૂને જ 25 લાખથી વધારે દાન મંદિરને મળ્યું. આવું જ બીજા દિવસે પણ રહ્યું અને 10 જૂને પણ મંદિરના કર્મચારીઓએ જ 20 લાખથી વધારે દાન કર્યું. મંદિરના PRO ટી. રવિના કહેવા પ્રમાણે આ દાન તો અમારા કર્મચારીઓએ જ કર્યું છે. આ બાલાજી પ્રત્યે તેમની આસ્થા છે. ટ્રસ્ટ તેમની ગણતરી રૂપિયામાં કરી રહ્યું નથી. 11 જૂને આવેલાં હુંડી કલેક્શનમાં 42 લાખ 88 હજાર રૂપિયા આવ્યાં છે.
ટ્રસ્ટમાં 21 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે
મહત્વનું છે કે, તિરૂપતિ મંદિરના ટ્રસ્ટમાં લગભગ 21 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને તેમાંથી 8500 જેટલા કર્મચારીઓ સ્થાયીરૂપે કામ કરે છે. અંદાજે 13 હજાર જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર અને આઉટસોર્સના છે. મંદિરમાં સફાઈ અને સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આટલો મોટો સ્ટાફ રાખવામાં આવ્યો છે. અહીં સફાઈ માટે જ 1500થી વધારે કર્મચારી છે. તેનાથી વધારે સુરક્ષાની કામગીરીમાં જોડાયેલા છે.
લોકડાઉનના 80 દિવસમાં મંદિરને લગભગ 500 કરોડનું નુકસાન
મંદિરના PRO ટી. રવિના કહેવા પ્રમાણે, લોકડાઉનના 80 દિવસમાં મંદિરને લગભગ 500 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું. સામાન્ય દિવસોમાં મંદિરને દર મહિને લગભગ 220 કરોજ રૂપિયાની આવક થાય છે. તેમાંથી મોટો ભાગ લગભગ 170 કરોજ રૂપિયા સુધી હુંડી કલેક્શનથી આવે છે. 2019માં મંદિરે લગભગ 1100 કરોડ રૂપિયાનું હુંડી કલેક્શન કર્યું હતું, પરંતુ આ વખતે નાણાકીય વર્ષ શરૂ થતાં પહેલાં જ લોકડાઉનના કારણે મંદિર બંધ કરવું પડ્યું. જેના કારણે દાનમાં મોટું અંતર જોવા મળ્યું છે.
તિરૂપતિ તિરૂપતિ બાલાજીના મંદિરમાં ગુરુવારે 6 હજાર 998 ભક્તોએ ભગવાન બાલાજીના દર્શન કર્યાં. તેમાંથી 141 તેલંગાણા અને 151 કર્ણાટકથી હતાં. મહારાષ્ટ્ર, નવી દિલ્હી, અરૂણાચલ પ્રદેશ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળથી પણ શ્રદ્ધાળુઓ આવ્યાં. ફ્રી ટિકિટ માટે મંદિર બહાર વિશાળ સંખ્યામાં લોકો એકઠા થયાં. મંદિરમાં સુરક્ષાની દૃષ્ટિએ દરરોજ 200 શ્રદ્ધાળુઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટ માટે રેન્ડમ રીતે લોકો પસંદ કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news