સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે લાગી રહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી હોય તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા પાંચ દિવસમાં 242 બાળકોને કોરોના પોઝીટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, બેંગ્લુરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના પોઝિટીવ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આગામી સમયમાં કોરોનાના કેસોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ શકે છે. કોરોનાની બીજી લહેર દરમિયાન નિષ્ણાંતો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે કે, ત્રીજી લહેરમાં સૌથી વધારે બાળકો સંક્રમિત થઇ શકે છે.
બેંગ્લુરુની મહાનગર પાલિકાએ જણાવતા કહ્યું છે કે, છેલ્લા પાંચ દિવસમાં 19 વર્ષના ઓછામાં ઓછા 242 બાળકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નિષ્ણાંતોએ જણાવતા કહ્યું છે કે, કદાચ ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યાનુસાર તેમાં 106 બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી જયારે 136 બાળકો 9 અને 19 વર્ષની વચ્ચેના છે. કર્નાટક રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1338 નવા કેસો નોંધાયા છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવતા કહ્યું છે કે, આગામી થોડા દિવસોમાં કોરોનાના કેસો ત્રણ ગણા વધી જશે અને આ એક મોટો ખતરો ગણી શકાય તેમ છે. કર્ણાટક સરકાર વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને રાત્રી અને વીકેન્ડ કરફ્યુ લગાડી દીધો છે. તે ઉપરાંત સરકારે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સરહદે પણ પ્રવેશની પાબંધી ફરમાવી દેવાઈ છે. ફક્ત આરટી-પીસીઆર RT-PCR સર્ટિફિકેટવાળા લોકોને જ અવરજવરની છૂટ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.