સુરત (Surat) શહેરમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યો છે. ચોરી-લૂંટ અને હત્યા હવે સુરત શહેરમાં સામાન્ય વાત બની ગઈ છે. દરરોજ કેટલીય ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાઈ રહી છે, ત્યારે ફરી એક વખત સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે.
એક તરફ સુરત શહેરમાં દિવસેને દિવસે ચોરીના કેસો વધી રહ્યા છે. જાણે સુરત શહેર ક્રાઈમનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ આવા બનાવો નોંધાતા, લાગી રહ્યું છે કે ચોર અને હત્યારાઓમાં પોલીસ પ્રશાસન નો થોડો પણ ડર રહ્યો નથી.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સંજના ઈલેક્ટ્રોનિક દુકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. પ્રયોસા પ્રાઈમની સામે સુમુલ રેસીડેન્સીની બહાર આવેલી દુકાનમાં ખુલ્લેઆમ ચોરી થઇ છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સીસીટીવીમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સો બંધ દુકાનનું શટર તોડી, અંદર ઘૂસે છે અને ચોરીને અંજામ આપે છે. મળતી માહિતી અનુસાર, આશરે 35,000 ની રોકડ રકમ અને એક લાખ રૂપિયાનો ઇલેક્ટ્રોનિક આઇટમ ચોરી કરી ફરાર થયા હતા.
સીસીટીવીમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ચોરોએ તેમની આજુબાજુ તાડપત્રી બાંધી છે. સીસીટીવી નજરે ન ચડે તે માટે આ ઈસમોએ ચારે બાજુ તાડપત્રી બાંધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.