વેરાવળમાં એકાએક ત્રણમાળનું મકાન થયું પળવારમાં ધરાસાયી- જુઓ LIVE વિડીયો

સોમનાથ(ગુજરાત): હાલમાં વરસાદે સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. આ દરમિયાન, વેરાવળમાં ધાણીશેરીમાં રવિવારે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જેનો લાઇવ વીડિયો ખુબ જ…

સોમનાથ(ગુજરાત): હાલમાં વરસાદે સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. આ દરમિયાન, વેરાવળમાં ધાણીશેરીમાં રવિવારે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જેનો લાઇવ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. શહેરનાં જુની સેલટેકસવાળી ગલીમાં મંજુરી વગર જેસીબીથી 10 થી 15 ફુટનો ખાડો ખોદેલો હતો. માનવામાં આવી રહ્યું છે કે, તેની બાજુમાં ત્રણ માળનું બિલ્ડીંગ પહેલા નમી ગયું હતું. જેથી 12 સભ્યો સતર્કતા રાખીને બહાર નિકળી ગયા હતા.

તેમણે આ અંગે પોલીસમાં અરજી પણ આપી હતી. જાણવા મળ્યું છે કે, આ મકાન રવિવારે બપોરે 4 વાગ્યાની આસપાસ ધડાકા ભેર તૂટી પડ્યું હતું. આ મકાન ધરાશાયી થતા તમામ માલસામાન દટાઇ ગયો છે. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. મળતી માહિતી મુજબ, ધાણીશેરી ગલીમાં એક પ્રિન્ટીંગ પ્રેસ આવેલું છે. તે આખું મકાન પાડવામાં આવ્યું હતું.

આ મકાનનું નવા મકાન માટે બાંધકામ ચાલી રહ્યું હતુ. જેથી અહીં 10થી 15 ફૂટનો ખાડો ખોદ્યો હતો. આની બાજુમાં રહેતા બાબુભાઇ ભીખાભાઇ માલમડી, વિજયભાઇ માલમડી બન્ને પરિવાર ત્રણ માળના મકાનમાં રહેતા હતા. તેમનું મકાન 17મી તારીખનાં રોજ નમી ગયું હતું. જેથી તેમણે આ અંગે પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. જોકે, મકાન નમી પડતા ઘરનાં તમામ સભ્યો ઘરની બહાર આવી ગયા હતા. અને બીજા દિવસે 18મી તારીખે બપોરે આ મકાન ધરાશાયી થયું હતું.

જાણવા મળ્યું છે કે, આ મકાન ધરાશાયી થતાં ત્યાંનો આખી ગલીમાં વીજપુરવઢો ખોરવાયો હતો. ફાયરનાં જવાનો દ્વારા પોતાની કામગીરી તરત જ ચાલુ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મકાનનો બાકીનો ભાગ પાડીને કાટમાળ ઉપાડવાની કામગીરી કરવામાં આવશે. આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા જેથી અનેક લોકો આ દૂર્ઘટના જોવા માટે આવ્યા હતા. હાલ, આ ત્રણમાળનું મકાન ધરાશાયી થયાનો લાઇવ વીડિયો ખુબ જ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *