અમદાવાદમાં બુટલેગર અને તેનો મળતીયો લાખોનો વિદેશી દારુ ઠેકાણે પાડતા હતા ત્યાં અચાનક ત્રાટકી પોલીસ

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં પોલીસ અવારનવાર મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જપ્ત કરે છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક વાર પોલીસે દારૂનો જથ્થો કટિંગ દરમિયાન જ જપ્ત કર્યો…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં પોલીસ અવારનવાર મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જપ્ત કરે છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક વાર પોલીસે દારૂનો જથ્થો કટિંગ દરમિયાન જ જપ્ત કર્યો છે. મળતી માહિતી અનુસાર, નારોલ પોલીસે ધર્મકુંજ એપાર્ટમેન્ટના સામેના મેદાનમાં વિદેશી દારૂનું કટિંગ કરતાં હતાં ત્યારે ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા.

ધર્મકુંજ એપાર્ટમેન્ટ સામેની બાવળની ઝાડીવાળા મેદાનમાં બુટલેગર અને તેનો મળતીયો દારૂનો જથ્થો બહારથી મંગાવીને ઠેકાણે પાડતો હતો. નારોલ પોલીસે આ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. ત્યારે ત્યાં દારૂને સગેવગે કરવાની કામગીરી થતી હોવાની માહિતી મળી હતી. પોલીસે મેદાનમાં બૂટલેગર અને તેના મળતીયાઓના વાહનમાં ફેરાફેરી કરવા વાહનો લઈને આવેલા હતા તે સમયે રેડ કરી હતી.

પોલીસના દરોડામાં આરોપી સિરાજુલહસન મહેંદીહસન, નલીન ઉર્ફે નયન કાંતિભાઈ સોલંકી, વિશ્વરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ, સંજયભાઈ મધુભાઈ વાસફોડાની ધડપકડ કરી હતી.

નારોલ પોલીસને રેડ સમયે 750 મીલીની 444 બોટલ જેની કિંમત 2,57,520 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત કિયા કંપનીની સેલ્ટોસ કાર કિંમત 14 લાખ રૂપિયા અને રીક્ષા કિંમત 70 હજાર રૂપિયાનો મળીને કુલ 17,46,520 રૂપિયાનો માલ કબજે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો સંજય સુરાભાઈ સાનીયા અને જગદીશ વેલાભાઈ મીર સુરેન્દ્રનગર આપીને ભાગી ગયો છે. તેમજ પકડાયેલા તમામ આરોપી વિરુધ પ્રોહિબિશન એક્ટ સહિતની કલમ નારોલ પોલીસે નોંધીને વધુ કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *