ઘણીવખત આપણે દાંતના નાના-મોટા દુખાવાને પણ અવગણતાં હોઈએ છીએ. પણ, આ નાની બેદરકારી ઘણીવાર ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. દાંતનો દુખાવો એ ચેપ પણ હોઈ શકે છે, તેમજ એ ચેપ વધીને મગજ સુધી પણ પહોંચી શકે છે.
આ વાતને સાબિત કરતી એક ઘટના તાજેતરમાં જ સામે આવી છે.માત્ર 35 વર્ષની રેબેકા ડોલ્ટનને ચાલવામાં સમસ્યા થઈ તેમજ ધીરે-ધીરે યાદશક્તિ ગુમાવ્યા પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ટેસ્ટ કરાવ્યો તો મગજમાં બેક્ટેરિયલ ચેપ જોવા મળ્યો હતો.
ડોક્ટરે પણ તેની જીવવાની આશાને છોડી જ દીધી હતી. રેબેકાને સતત 5 મહિના હોસ્પિટલમાં જ પસાર કરવા પડ્યા હતાં. ડિસ્ચાર્જ થયા પછી તેણે જણાવતાં કહ્યું કે, મને નવો દૃષ્ટિકોણ મળ્યો છે. મને મળેલ શીખ એ દર્શાવે છે, કે આપણે કોઈપણ વસ્તુને હળવાશમાં લેવી જ ન જોઇએ.
રેબેકાની સારવાર કરનાર ડોક્ટરના જણાવ્યા મુજબ, ડિસેમ્બર વર્ષ 2019માં જ તેના દાંતમાં બેક્ટેરિયલ ચેપ લાગ્યો હતો. જેને તેણે ઘણીવાર અવગણ્યો હતો. આ જ બેક્ટેરિયા દાંત મારફતે મગજમાં પહોંચ્યા હતાં. માર્ચ મહિનામાં તેનાં દાંતની સમસ્યામાં સારવાર કરવામાં આવી હતી.
પણ, મુશ્કેલી થોડા દિવસો પછી પાછી શરૂ થઈ, કે જ્યારે રેબેકાને ચાલવામાં તકલીફ થવાં લાગી. યાદશક્તિ પણ ઓછી થવા લાગી હતી. ત્યારપછી તેને હોસ્પિટલમાં લાવીને તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.ડોકટર્સના જણાવ્યા પ્રમાણે, મહિલાના ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું હતું, કે બેક્ટેરિયાનો ચેપ એ મગજમાં પહોંચી ગયો હતો.
ટેસ્ટ રિપોર્ટમાં તેની અસર હૃદય તેમજ લિવરમાં પણ જોવા મળી હતી. તે હરવા-ફરવાની ક્ષમતા પણ ગુમાવી બેઠી હતી. ડોકટર્સે રેબેકાનો કેસ રોયલ ઇન્ફર્મરીના ન્યુરોલોજી વિભાગમાં ટ્રાન્સફર કર્યો હતો. જીવવાંની શક્યતા ખુબ જ ઓછી હતી, તેવું રેબેકાની માતાને જ કહેવામાં આવ્યું હતું.
કોરોનાનાં દર્દીઓની વચ્ચે જ રેબેકાની પણ સારવાર ચાલી રહી હતી. પણ, તેના કુલ 12 વખત ટેસ્ટ કરવામાં આવ્યા હતાં, જે નેગેટિવ જ આવ્યા હતાં. સતત 5 મહિનાની સારવાર પછી તે સ્વસ્થ થઈ ગઈ હતી. ગયા સપ્તાહમાં જ તેને રજા આપવામાં આવી હતી અને આની સાથે તેના વજનમાં પણ અંદાજે કુલ 30 કિલોનો ઘટાડો પણ નોંધાયો હતો.
રેબેકા એ કુલ 4 બાળકોની માતા પણ છે. સારવાર દરમિયાન પોતાનો અનુભવ જણાવતા તેણે જ કહ્યું હતું કે, આ બધું એક આઘાત જેવું લાગતું હતું. તેમાંથી સ્વસ્થ થવું એ ખૂબ જ મુશ્કેલ હતું. મને એક નવો દૃષ્ટિકોણ મળ્યો છે. આ શીખ એ દર્શાવે છે, કે આપણે કોઇપણ વસ્તુને હળવાશમાં ન જ લેવી જોઇએ. નાની એવી વસ્તુ પણ જીવનને જોખમમાં મુકી દેતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP