જોતજોતામાં પાણીમાં સમાઈ ગયું આખેઆખું ટ્રેકટર – જુઓ ચોંકાવતો વિડીયો

હાલ ગુજરાત (Gujarat)ના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘકહેર જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા(Sabarkantha) જિલ્લામાં પણ અતિ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. આવી સ્થિતિમાં જીલ્લાના તલોદ(Talod) તાલુકાના ધનિયોર(Dhaniora) ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં એક ટ્રેકટર(Tractor) રેતી ભરવા ગયું હતું. આ દરમિયાન અચાનક જ નદીમાં પાણી આવતાં ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. લાંબી શોધખોળ બાદ ટ્રેકટર મોડી રાત્રે એક કિમી દૂરથી બહાર કાઢ્યું આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અચાનક નદીમાં પાણી આવતાં ટ્રેકટર ગરકાવ:
હાલ દરેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદીઓ પણ બે કાઠે વહી રહી છે. તલોદ નજીક મેશ્વો નદી પર ગોરઠિયા અને જવાનપુરા બેરેજ ગામો આવેલા છે. ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં મેશ્વો નદીમાં પણ પાણી આવ્યું છે. આ દરમિયાન તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીક ટ્રેકટર નદીમાં રેતી ભરવા ગયું હતું.

નદીમાં રેતી ભરાઈ રહી હતી અને અચાનક મેશ્વો જ નદીમાં પાણી આવતું દેખાતાં લોકોએ તાત્કાલિક પણે ટ્રેકટર બહાર કાઢવા માટે પ્રયત્ન શરૂ કર્યા હતા. માટીમાં ભરાઈ ગયેલું ટ્રેકટર ન નીકળતાં ચાલક સહિત રેતી ભરનારા પોતાનો જીવ બચાવી બહાર નીકળી કિનારા પર આવી ગયા હતા. પરંતુ ટ્રેક્ટર બહાર ન નીકળી શકતા તે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યાર બાદ લાંબી શોધખોળ બાદ મોડી રાત્રે તણાયેલું ટ્રેકટર ધનિયોરથી એક કિમી દૂરથી મળી આવ્યું હતું.

નદી કિનારે નહીં જવા સૂચન અપાઈ હતી:
જાણવા મળ્યું છે કે, તલોદનાં 10થી વધુ ગામોને સિંચાઇ વિભાગ દ્વારા નદીમાં પાણી આવવાને કારણે સતર્ક કરાયાં હતાં અને નદી કિનારે નહીં જવા સૂચન પણ કરાયું હતું, છતાં લોકો રેતી ભરવા ગયા હતા, ત્યારે સદનસીબે રેતી ભરવા ગયેલા લોકોના જીવ બચી ગયા હતા.

અત્યારસુધીમાં મોસમનો 31.42 ટકા વરસાદ નોંધાયો:
મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે હવે એની ઘટ સરભર થઈ ગઈ છે, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જ વરસાદી વીજળી એક યુવક અને 5 પશુને ભરખી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મંગળવારની રાત્રિ દરમિયાન મોસમનો સરેરાશ 5 ટકા વરસાદ વરસી જતાં અત્યારસુધીમાં મોસમનો 31.42 ટકા વરસાદ નોંધાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *