‘ત્રણ કરોડ રૂપિયા મોકલી દે નહીતર…’ પાર્સલમાં પિસ્તોલ-કારતુસ મોકલી સુરતના કાપડ વેપારીને આપી ધમકી

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુખ્ખાતત્વો ખૂલ્લેઆમ પોતાની મનમાની ચલાવીને ધમકીઓ આપીને લોકોને ડરાવતા હોય છે. આ દરમિયાન, સુરતના રિંગરોડની શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર…

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુખ્ખાતત્વો ખૂલ્લેઆમ પોતાની મનમાની ચલાવીને ધમકીઓ આપીને લોકોને ડરાવતા હોય છે. આ દરમિયાન, સુરતના રિંગરોડની શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતુસ નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં એક ચિટ્ઠી હતી જેમાં ત્રણ કરોડની ખંડણી માંગી હોવાની માહિતી મળી છે. પરંતુ, પોલીસને માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રીંગરોડના શિવશક્તિ માર્કેટના વેપારીને બપોરે 17 વર્ષનો એક કિશોર પાર્સલ આપીને જતો રહ્યો હતો. પાર્સલ ખોલતા તેમાં એક પિસ્તોલ અ્ને ચારેક કારતુસ નીકળ્યા હતા. આ ઉપરાંત, તેમાં હિંદીભાષામાં લખાયેલી એક ચિટ્ઠી પણ હતી જેમાં 3 કરોડની ખંડણીની માંગણી કરવામાં આવી હતી.

આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘તીન કરોડ રૂપિયા દે દો, નહીં તો ખતમ કર દેંગે. પુલિસકો બતાને કી કોશિશ મત કરના વરના દેખ લેના.’ પિસ્તોલ અને ધમકીભરેલી ચિટ્ઠી જોઈને વેપારી ગભરાઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, વેપારીના અન્ય ત્રણ ભાઈ પણ કાપડનો વેપાર કરે છે. સાંજે આરોપીઓનો ધમકી ભર્યો ફોન પણ આવ્યો હતો. ત્યારબાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને જઈને વેપારીએ તમામ હકિકત જણાવી હતી. ઉચ્ચ અધિકારીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

ત્યારબાદ વેપારીના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોડી રાત સુધી આ પ્રકરણમાં હજી ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે આ બાબતે વેપારીના જીવને જોખમ હોવાનું કહીને કાંઈ પણ માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વેપારી ભાઈઓના નામ લોકેશ જૈન, યોગેશ જૈન અને અનિલ જૈન છે. આ ઉપરાંત, આરોપીએ ચિટ્ઠીમાં વેપારીના ભાઈઓના નામ પણ લખ્યા છે.

જાણવા મળ્યું છે કે, વેપારી સિટીલાઈટ વિસ્તારમાં રહે છે. આરોપીઓ દવારા પિસ્તોલ મોકલીને ધમકી આપવામાં આવી હોવાથી વેપારીઓના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ક્રાઈમ બ્રાંચ, પીસીબી પણ પોલીસ સ્ટેશન અને વેપારીના દુકાને પહોંચી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ અને મોબાઇલ ફોનની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *