આજે શિયાળુ સત્રના પ્રથમ દિવસે રાજ્યસભા ના તમામ સભ્યો ચોંકી ગયા. જ્યારે રાજ્યસભા ના ચેરમેન ને બંને તરફ રહેતા માર્શલ કંઈક અલગ પ્રકારના યુનિફોર્મમાં આવ્યા. ઘણા દાયકાઓ જૂની પરંપરા તોડીને આજે રાજ્ય સભાના સભા વખતે ના માર્શલ પાઘડી ની જગ્યાએ ટોપી પહેરીને આવ્યા.
નવા યુનિફોર્મમાં મિલેટ્રી અને સિવિલ પોશાક નીચે દેખાઈ રહી છે. નવા આવેલા યુનિફોર્મમાં મિલેટ્રી ટાઈપ ની ટોપી આપવામાં આવી છે. અને ટોપીનો કલર ઓલિવ ગ્રીન રાખવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સભાનુ આ 250મુ સત્ર છે રાજ્ય સભા ગૃહ ના 245 સભ્યો ૧૯૫૨ થી નિમવામાં આવેલા છે. ૨૬ નવેમ્બરના રોજ ભારતીય બંધારણના 70 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે, ત્યારે બંને ગૃહોની સંયુક્ત સત્ર આ પ્રસંગે આયોજિત કરવામાં આવશે. તેવુ ફરમાન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.