ટ્રકના ટાયરમાં હવા ભરતી વખતે ટ્યુબ ફાટતા યુવકના શરીરના ફુરચા ઉડી ગયા, ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

મધ્યપ્રદેશ(Madhya Pradesh): સોમવારે મધ્યપ્રદેશના મુરેના(Murena)ના જૌરા(Joura) વિસ્તારમાંથી એક ચોકાવનારી ઘટના બની હતી. જેમાં યુવક ટ્રકના ટાયર(Truck tire)માં હવા ભરી રહ્યો હતો. હવા વધુ ભરાઈ જતાં…

મધ્યપ્રદેશ(Madhya Pradesh): સોમવારે મધ્યપ્રદેશના મુરેના(Murena)ના જૌરા(Joura) વિસ્તારમાંથી એક ચોકાવનારી ઘટના બની હતી. જેમાં યુવક ટ્રકના ટાયર(Truck tire)માં હવા ભરી રહ્યો હતો. હવા વધુ ભરાઈ જતાં ટ્યૂબ(Tube) ફાટી ગઈ. હવાનું દબાણ એટલું વધારે હતું કે તેના શરીરના એક ભાગના નાના-નાના ટુકડા હવામાં ઊછળ્યા અને 20 ફૂટના અંતરે જઈને પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, મૃતક અજય ઉર્ફે માનિક કુશવાહ(25) અગરૌતા વિસ્તારમાં સ્ટેડિયમ નજીક ટાયર પંચરની દુકાન ચલાવતો હતો. તે એક ટ્રકના ટાયરનું પંચર બનાવી રહ્યો હતો. તેની સાથે ટ્રકનો ડ્રાઈવર કલ્લુ ગોસ્વામી અને તેનો પિતરાઈ ભાઈ હરીશ સિંહ પણ ત્યાં બેઠો હતો.

આ દરમિયાન અજયે તે બંનેને જણાવ્યું કે, તમે થોડા પાછા જતા રહો. તેના કહેવાથી બંને યુવક થોડા દૂર ઊભા રહ્યા હતા. બાદમાં હવા ભરતા સમયે અચાનક જ ટાયરની ટ્યૂબ ફાટી ગઈ. હવા અતિશય પ્રેશરની સાથે ટાયર અને રિમ વચ્ચેથી નીકળી હતી. હવાનું પ્રેશર એટલું વધુ હતું કે, તેના શરીરના આગળના ભાગના ટુકડા થઈ હવામાં ઊછળી ગયા હતા. તેના શરીરના 2 ટુકડા થઈ આશરે 20 ફૂટના અંતરે જઈને પડ્યા હતા જેથી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

આ દરમિયાન જો અજયે બંને યુવકો કલ્લુ ગોસ્વામી ટ્રક-ડ્રાઇવર અને પિતરાઈ ભાઈ હરીશ સિંહને પાછા ખસવાનું ન કહ્યું હોત તો તેમના પણ મોત નીપજ્યા હોત. આ આઘાતજનક અકસ્માતમાં પાછળ બેઠેલા બંને યુવકને કશું જ થયું નથી. આ અંગે જૌરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યોગેન્દ્રસિંહ જાદૌને જણાવ્યું હતું કે, ટાયરમાં હવા ભરતી વખતે ઝડપથી હવા નીકળવાને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. હાલ કેસ નોંધવામાં આવ્યો છે અને યુવકનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, આ મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *