ઉત્તરપ્રદેશ: અત્યારસુધી તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જે આપણને આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. તેમજ તમે ઘણી એવી લવ સ્ટોરી જોઈ અને સાંભળી હશે. પણ આજે અમે તમને એક એવી લવ સ્ટોરી વિષે જવાણીશું કે જેને જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો. જણાવી દઈએ કે, આ લવ સ્ટોરી ઉત્તરપ્રદેશના રામપુરની છે. જ્યાં બે યુવતીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધી અને એકબીજા સાથે રહેવા લાગી હતી. જયારે તેમના પરિવારને આ વાતની જાણ થઇ કે બને પરિવારો પણ ચોકી ઉઠ્યા હતા.
આ બંને યુવતીઓ કોલેજમાં એક સાથે અભ્યાસ કરતી હતી. બંને યુવતીઓએ જયારે એકબીજાને જોયા કે તરત જ તેમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો બને એકબીજા સાથે વધારે ને વધારે સમય રહેવા લાગી. ત્યારબાદ જયારે તેમની કોલેજ પતિ કે બંને છોકરીઓને એકબીજાથી જુદાઈ સહન ન થઇ. બાદમાં જયારે બનેના ઘરે તેમના લગ્નની વાત થવા લાગી ત્યારે બને છોકરીઓએ એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું.
બને યુવતીઓ કોઈ કામ અર્થે જાય છે એમ કહીને ઘરેથી મંદિરમાં પહોંચી જાય છે અને ત્યાં બને યુવતીઓએ લગ્ન કરી લે છે. મંદિરમાં દર્શન કરવા આવેલા લોકો પણ આ અનોખા લગ્ન જોઈને આશ્ચર્યચકિત થઇ જાય છે. બને યુવતીઓએ સંપૂર્ણ રીતિ રિવાજો સાથે લગ્ન કરીને એકબીજા સાથે રહેવા લાગ્યા. જયારે 24 કલાક વીતી ગયા અને યુવતી ઘરે ન આવી તો પરિવારને ચિંતા થવા લાગી પરિવારે યુવતીને પર શોધવાની કોશિશ કરી છતાં તે ના મળી ત્યારે પરિવારે પોલીસની મદદ લીધી હતી.
જયારે આ વાતની જાણ યુવતીઓને થઇ તો તેમણે જાતે જ પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું કે, અમે બને એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા સાથે રહેવા માંગીએ છીએ. માતા-પિતા આ જોઈને ચોકી ઉઠ્યા કે તેમની દીકરીએ એક યુવતી સાથે લગ્ન કર્યા છે. પોલીસ દ્વારા પણ બને યુવતીઓ પુખ્ત વયની હતી માટે એકબીજા સાથે રહેવાની છૂટ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.