અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં મર્સિડીઝ(Mercedes) સાથે ટક્કર બાદ એક ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા છે. જાણવા મળ્યું છે કે, આ ગોઝારો અકસ્માત આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં તિરૂપતિ(Tirupati) પાસે સર્જાયો હતો.
કેવી રીતે થઈ દુર્ઘટના:
મળતી માહિતી અનુસાર, સોમવારના રોજ આંધ્ર પ્રદેશમાં તિરૂપતિ પાસે ચંદ્રગિરી બાયપાસ રોડ પર મર્સિડીઝ કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી.
પુરપાટ ઝડપે આવી રહેલ મર્સિડીઝ સામે અચાનક જ વિરુદ્ધ દિશામાંથી ટ્રેક્ટર આવી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા.
દુર્ઘટના બાદ ચોંકી ગયા લોકો:
ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. કારણકે આ એક્સિડન્ટ બાદ ટેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા, જ્યારે મર્સિડીઝ કારને વધારે નુકસાન થયું નહોંતું. કારને ઊંધી દિશાથી ટક્કર થવાના કારણે ડાબી બાજુ કારને થોડું નુકસાન થયું.
મર્સિડીઝ કારમાં સવાર લોકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કારમાં સવાર બધા જ લોકોને થોડું-ઘણું વાગ્યું છે, પરંતુ બધા જ સુરક્ષિત છે. તો ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ થોડો ઘાયલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.