અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે આ વાતનો મોટો પુરાવો છે કે કોરોનાવાયરસનું સંક્રમણ ચીની લેબોરેટરીમાંથી ફેલાયું છે. જોકે વિદેશ મંત્રીએ મિડિયાને કોઈ પુરાવા આપ્યા ન હતા. દુનિયાના ઘણા દેશ આ સમયે વુહાનમાં આવેલી લેબોરેટરીને શંકાની નજરથી જોઈ રહ્યા છે. આ લેબોરેટરીમાં કોરોનાવાયરસ ઉપર રિસર્ચ કરવામાં આવતું હતું. જોકે ચાઇનાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
એબીસી ન્યૂઝ સાથે ઇન્ટરવ્યૂમાં રવિવારે વિદેશ મંત્રીએ ચીન પર મોટો આરોપ લગાવ્યો અને સાબિતીની વાત કહી. આના પહેલા તેમણે કહ્યું હતું કે અમેરિકા એ વાતની તપાસ કરી રહ્યું છે કે શું કોરોનાવાયરસ ચીનમાં રહેલી લેબોરેટરીમાં ફેલાયો છે.
અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે ખૂબ મોટી સાબિતી હાજર છે કે તે ત્યાંથી ફેલાયો. હું તમને જણાવી શકું છું કે વુહાંનની લેબોરેટરીમાંથી આના ફેલાવાને લઇને ખૂબ મહત્વના પુરાવા હાજર છે.
theguardian.com ના રિપોર્ટ અનુસાર ઇન્ટરવ્યુ દરમ્યાન વિદેશ મંત્રી કન્ફ્યુઝ દેખાયા. તેમણે કહ્યું કે જુઓ અત્યાર સુધી સૌથી સારા એક્સપર્ટ માને છે કે વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિચારને ન માનવાનો મારી પાસે કોઈ તર્ક નથી.
પરંતુ જ્યારે વિદેશ મંત્રી ને જણાવવામાં આવ્યું કે અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સી તેને લઈને ઔપચારિક નિવેદન આપ્યું છે અને તેમાં વિપરીત વાત કહેવામાં આવી છે કે વાયરસ માણસોએ નથી બનાવ્યો તો તેમણે કહ્યું કે તેઓ સાચા છે હું તેમના સાથે સહમત છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news