મહાભારત કાળના રહસ્ય પરથી ઉઠશે પડદો, અહિયાં મળ્યા 3800 વર્ષ જૂના પુરાવા

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા(એએસઆઈફ)એ ઉત્તર પ્રદેશના બાગપતમાં 5 હજાર વર્ષ જૂની સભ્યતાના પુરાવા મળ્યા છે. બાગપતના સિનૌલીમાં ખોદાણ કરતી વખતે 8 હાંડપિંજરો અને રથના અવશેષો મળવાથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ મહાભારતકાળના હોઈ શકે છે. આ અભિયાન સાથે જોડાયેલ ડો. સંજય મંજુલનું કહેવું છે કે તેની પુષ્ટિ લેબટેસ્ટ પછી જ થશે. ઉલ્લેખનિય છે કે બાગપત એ 5 ગામમાંથી એક છે જેને શ્રીકૃષ્ણએ કૌરવો પાસે પાંડવો માટે માગેલું.

મહાભારત કાળને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં બાગપતના સિનૌલી ખાતે ખોદકામ કરનારા ભારતીય પુરાતત્વ ખાતા(એએસઆઈ)ને ભારે મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન ખોદકામ દરમિયાન મળેલા અવશેષો 3,800 વર્ષ જૂના હોવાનું સાબિત થયું છે. ભારતીય પુરાતત્વ ખાતાએ બાગપતના સિનૌલી ખાતે સતત બે વર્ષ સુધી ખોદકામ કરીને એકત્રિત કરેલા પુરાવાઓેને તપાસ માટે લેબમાં મોકલ્યા હતા. કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી કરવામાં આવેલી તપાસમાં ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષો 3,800 વર્ષ પુરાણા હોવાનું સાબિત થયું હતું.

શું મળ્યું છે ખોદાણ દરમિયાન-

એએસઆઈને ખોદાકામ દરમિયાન જનાજા(તાબૂદ) સહિત 8 માનવ હાંડપિંજર અને તેની સાથે ત્રણ તલવારો, મોટી સંખ્યામાં માટીના વાસણો મળ્યા છે. ભારતમાં એએસઆઈની સ્થાપના પછી અત્યાર સુધી થયેલા ખોદકામ અને રિસર્ચમાં પહેલીવાર સિનૌલીથી ભારતીય યોદ્ધાઓના ત્રણ રથ પણ મળ્યા છે. આ વિશ્વ ઈતિહાસની એક દુર્લભ ઘટના છે. આ ઉપરાંત ખોદકામ દરમિયાન એક હોજ મળી આવ્યો હતો જે એક સિક્રેટ ચેમ્બર હોવાનું માનવામાં આવે છે. આ ચેમ્બરનું પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં હોવાના સંકેત મળ્યા છે. ચેમ્બરનો ઉપયોગ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવતા શબને લેપ વગેરે લગાવવા માટે કરવામાં આવતો હતો અને ત્યાર બાદ શબને શબપેટીમાં મુકીને જમીનમાં દાટી દેવામાં આવતા હતા. બાગપતના સિનૌલી ખાતે સતત બે વર્ષ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન શાહી શબપેટીઓ, બે શબપેટી સાથે રથ, ધનુષ બાણ, તલવાર, યુદ્ધ સમયે માથાની રક્ષા માટે પહેરવામાં આવતું કવચ વગેરે મળી આવ્યું હતું જે શબપેટીમાં રાખવામાં આવેલા મૃતદેહો યોદ્ધાઓના હોય તે દિશામાં ઈશારો કરે છે.

શબપેટીઓની સાથે માટીના વાસણોમાંથી સળગેલા અવશેષો મળી આવ્યા હતા. એએસઆઈએ માટીના વાસણોમાં રહેલા અવશેષો કેટલા પ્રાચીન છે તે જાણવા તેના ત્રણ નમૂના લખનૌૈ ખાતેની બીરબલ સાહની પુરાવિજ્ઞાાન સંસૃથાને મોકલ્યા હતા અને એકાદ મહીના પહેલા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં અવશેષો 3,800 વર્ષ પ્રાચીન હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. એક અભ્યાસ પ્રમાણે આશરે 3,800 વર્ષ પહેલા ઉત્તર વૈદિક કાળ યુગ હતો જેમાં ત્રણ રીતે શબની અંતિમ વિિધ કરવામાં આવતી હતી. પુરાતત્વવિદ ડો. સંજય મંજુલના કહેવા પ્રમાણે તેઓ સિનૌલી ખાતેથી મળેલા અવશેષો મહાભારતના યૌદ્ધાઓના છે તેવો દાવો નથી કરી રહ્યા પરંતુ તે આપણે જેને મહાભારત કાળ માનીએ છીએ તેના સાથે જ સંબંિધત છે અને કાર્બન ડેટિંગ પ્રક્રિયામાં પણ તે સાબિત થયું છે. ખોદકામ કરવામાં આવ્યું તેની આસપાસના ક્ષેત્રોની તપાસ દરમિયાન જમીનમાં હજુ વધુ શબપેટીઓ હોવાના પુરાવા મળ્યા છે જેના પર ભવિષ્યમાં કામ કરવામાં આવશે.

મહાભારત સાથે છે કનેક્શન:

ઇતિહાસકાર ડો. કે.કે. શર્માના બતાવ્યા પ્રમાણે મહાભારતકાળ દરમિયાન બાગપત કુરુ જનપદનો ભાગ હતો. પ્રાચીન રાજધાની હસ્તિનાપુર અને ઈન્દ્રપ્રસ્થ(દિલ્હી) રહી હતી. બાગપત ઉત્તર પ્રદેશનું એક શહેર અને જિલ્લો છે. બાગપતનું પ્રાચીન નામ વ્યાઘ્રપ્રસ્થ કે વૃષપ્રસ્થ તરીકે ઓળખવામાં આવતું હતું. માન્યતા છે કે બાગપત એ 5 ગામમાંથી એક છે, જેની માંગણી યુદ્ધ પહેલાં પાંડવો તરફથી શ્રીકૃષ્ણએ કૌરવો પાસે માંગ્યા હતા. બાગપત સિવાય 4 ગામ સેનાપત, તિલપત, ઈદ્રપત અને પાનીપત ગામ માગ્યા હતા. પરંતુ મહાભારતમાં આ પાંચ ગામ બીજા જ છે. આ છે- અવિસ્થલ, વૃકસ્થલ, માકંદી, વારણાવત અને પાંચમું નામ સહિત કોઈ પણ અન્ય નામ. શક્ય છે કે વૃકસ્થલ બાગપતનું મહાભારત કાલીન નામ રહ્યું હોય. ઉલ્લેખનીય બાબત છે કે, આ પહેલી વાર નથી બન્યું કે સિનૌલી ગામમાંથી કોઇ શાહી કોફીન મળી આવ્યું હોય. આ પહેલા પણ કેટલાક શાહી કોફીન, સોનાના આભૂષણ, તલવાર ઇત્યાદિ મળી આવ્યા છે.

4000 વર્ષ પહેલાં પણ અહીં હતી સભ્યતા

2005ના સિનૌલી ઉત્ખનનની રાસાયણિક વિધિઓથી પ્રાપ્ત કાર્બન ડેટિંગ પણ અહીંની સભ્યતાને 4000 થી 5000 વર્ષનું સિદ્ધ કરે છે. સિનૌલીથી 2005માં પ્રાપ્ત માનવ શબ જે હજારોની સંખ્યામાં છે, મહાભારત સભ્યતાના નિવાસીઓના રહ્યા છે, આ વાતને નકારી ન શકાય. બીજો દ્વષ્ટિકોણ એ પણ છે કે હાલમાં જૂના સ્થળ નજીક 5 કિલોમીટર પહેલાં ખેતર પર જે ટ્રાયલ ટ્રેંચ લગાવવામાં આવ્યો, ત્યાંથી ભારતના પ્રાચીનત શવાધાન કેંદ્રોની એક દુર્લભતમ પ્રક્રિયા કોફીનમાં માનવ શબને દફનાવેલા પ્રાપ્ત થયા છે. તે કોફીનને પણ અત્યાધિક દુર્લભ ગણવામાં આવતી તામ્ર ધાતુથી સુસજ્જિત કરવામાં આવી છે.

યુદ્ધની યુષ્ટિ થાય છે

કોફીનમાં દફન યોદ્ધાના શસ્ત્ર-અસ્ત્ર, આભૂષણ, રોજિંદા વપરાશની વસ્તુઓના ખાદ્ય પદાર્થ, મૃદભાંડ વગેરે મળી આવ્યા છે. સાથે જ તે યોદ્ધાના ઉપયોગમાં લેવાતા યુદ્ધ રથ પણ દફન કરવામાં આવ્યા હતા. જે પહેલીવાર ભારતમાં પ્રાપ્ત થયા છે. કાર્બન ડેટિંગ દ્વારા પણ આ સિદ્ધ થયુ છે કે પુરાવશેષ અને હાડપિંજર 4500 વર્ષથી વધુ જૂના છે અને આ સમય મહાભારત કાળનો કહેવામાં આવે છે. સિનૌલીમાં જે પણ હાડપિંજર મળ્યા છે, તેમની સાથે યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયાર મળ્યા છે જે એ વાતને સાબિત કરે છે કે આ સામાન્ય વ્યક્તિની નહી પણ યોદ્ધા હતા. એ વાતને નકારી ન શકાય કે મહાભારતના યુદ્ધમાં મૃત્યું પામેલા યોદ્ધાઓના મૃતદેહને અહીં દફનાવવામાં આવ્યા હતા, કારણ કે આ સમગ્ર વિસ્તાર મહાભારત કાળ સાથે સંકળાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *