મોટા સમાચાર મળી રહ્યા છે કે, ગંભીર અને દુલર્ભ બિમારીથી પીડાતા બાળક વિવાન વાઢેરે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સોમનાથના આલીદર ગામે ખતરનાક બિમારીથી પિડાતા બાળક વિવાન વાઢેરનું નિધન થયું છે.
ગંભીર બીમારી SMAથી પીડાઈ રહ્યો હતો. સ્પાઈન મક્યુલર એટ્રોફી(SMA) નામની ગંભીર બીમારીથી પીડિત વિવાનની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી. પિતા સહીત અન્ય કેટલાય સામાજિક આગેવાનો અને રાજકીય પાર્ટી વિવાન માટે ફંડ એકઠું કરી રહ્યા હતા. સાથે તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીએ પણ CM ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવા જાહેરાત કરી હતી.
ગીર સોમનાથના આલિદરના વિવાન વાઢેર નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી(SMA) નામની ગંભીર બીમારી હતી. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે ખુબ જ મદદ માગી હતી અને ઘણા લોકોએ તેમની મદદ પણ કરી હતી. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈના પરિવારમા વિવાનના નિધનને કારણે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
અશોકભાઇના કહ્યું અનુસાર, થોડા સમય પહેલા પુત્ર બીમાર પડતા જૂનાગઢ સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. શ્વાસમાં તકલીફ પડવાના કારણે રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને ચેન્નઈ મોકલ્યા હતા ત્યારબાદ ખબર પડી કે, બાળકને આ ગંભીર અને દુલર્ભ બીમારી છે. ધૈર્યરાજને આ જ પ્રકારની બીમારી હતી અને તેને ગુજરાતની પ્રજાએ દાન આપીને 16 કરોડ એકઠા કર્યા હતા. ત્યારે અશોકભાઈ વાઢેરે પણ પોતાના પુત્રને બચાવવા ગુજરાતની પ્રજાને અપીલ કરી રહ્યા હતા. પરંતુ હવે વિવાન વાઢેરે દુનિયાને અલવિદા કહી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.