Lockdown વચ્ચે મધ્ય પ્રદેશના બેતુલથી એક હેરાન કરનારી તસવીર સામે આવી છે. જ્યાં એક ફોરેસ્ટ અધિકારીએ સજા તરીકે 71 વર્ષના વૃદ્ધ પાસે ઉઠક-બેઠક કરાવી. આ વૃદ્ધ નો વાંક એટલો હતો કે તેણે lockdown નું ઉલંઘન કરી શાકભાજી ની દુકાન મોડી સાંજ સુધી ચાલુ રાખી હતી. જ્યારે lockdown ના નિયમનું ઉલ્લંઘન કરવાને લઇને કોઇપણ વ્યક્તિને આ પ્રકારની સજા આપવાનો અધિકાર ફોરેસ્ટ ડેપ્યુટી રેન્જર પાસે નથી.
જે વૃદ્ધ સરખી રીતે ચાલી નથી શકતા તેમની સાથે આ પ્રકારનો અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. વૃદ્ધની ઉઠક બેઠક કરનાર તસવીર અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
મોડે સુધી દુકાન ખુલ્લી રાખવાને કારણે આપી સજા
71 વર્ષના વૃદ્ધની ભૂલ માત્ર એટલી હતી કે તેણે પોતાનું પેટીયું રળવા માટે શાકભાજીની દુકાન ખોલી હતી. સામાન્ય રીતે રવિવારના રોજ બજાર ભરાય છે. તેમાં આ વૃદ્ધે મોડી સાંજ સુધી દુકાન ખોલી રાખી. ફોરેસ્ટ ઓફિસર ને આ પસંદ ન આવ્યું અને વૃદ્ધને સજા આપી. Lockdown માં શાકભાજીની દુકાન ખોલવાનો સમય સવારે 7થી 11 વાગ્યા સુધીનો છે. પરંતુ આ વૃધ્ધે સાંજે 5 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી હતી.
આ મામલામાં નગરપાલિકાની ટીમ ઉપરાંત વનવિભાગ ના બે ઓફિસરની ડ્યુટી રાખવામાં આવી હતી. વૃદ્ધને સજા આપનાર ફોરેસ્ટ ઓફિસર શ્રી રામ એ પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે વારંવાર સમજાવવા છતાં તે વૃદ્ધ માન્યા નહીં એટલા માટે આવું કરવું પડ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news