બાળક શરમને નેવે મુકીને શાળાના સ્ટેજ પર વગર કપડે કરવા લાગ્યો એવી હરકત કે, વાયરલ થઇ ગયો વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

તમે શાળામાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં બાળકોને નાચતા જોયા જ હશે, પરંતુ તમે આવો વિડીયો ભાગ્યે જ જોયો હશે જ્યારે બાળક માત્ર ચડ્ડી અને ચશ્મા સાથે નાચતો હોય. હા, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક લોકપ્રિય ગીત પર માત્ર ચડ્ડીમાં જ સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યો છે.

બાળકે અન્ડરવેરમાં આ રીતે કર્યો ડાન્સ:
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વિડીયોમાં એક બાળક શાળાના એક કાર્યક્રમમાં ડાન્સ પરફોર્મન્સ દરમિયાન માત્ર અન્ડરવેર પહેરીને ડાન્સ કરી રહ્યો છે તે જોઈ શકાય છે. ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલો ‘અમી થી પાસિટો’ વીડિયો પર નાચતો બાળક હવે લોકપ્રિય બન્યો છે. આ દરમિયાન સામે બેઠેલા બાળકોના માતા -પિતા હસતા જોવા મળી રહ્યા છે. બાળકે કાર્ટૂનની જેમ કોપી કરવાની ખુબ જ સરસ કોશિશ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જિલ્લો ભોજપુર આરા નામના ખાતા દ્વારા ફેસબુક રીલ્સ પર આ વિડીયો અપલોડ થતા જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આજ સુધી તમે સ્કૂલના કોઈ પ્રોગ્રામમાં આવો ડાન્સ નથી જોયો’. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *