ઈન્ડોનેશિયા: સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા હતા. આ દરમિયાન કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ ઈન્ડોનેશિયામાં બાળકો માટે કાળ બની ત્રાટક્યો છે. ગયા અઠવાડિયામાં ઈન્ડોનેશિયામાં કોરોનાથી ઘણા બાળકોનું મોત થયું છે. જેમાં 5 વર્ષથી ઓછી વયના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈન્ડોનેશિયામાં બાળકોના મોતનો દર વિશ્વના અન્ય ઘણા દેશો કરતા વધુ નોંધાયો છે. ઈન્ડોનેશિયાની સ્થિતિને જોતા સમગ્ર વિશ્વની ચિંતા વધી છે.
જાણવા મળ્યું છે કે, અહીં એક સપ્તાહમાં જ કોરોનાને કારણે 100થી વધુ બાળકોનું મોત નીપજ્યું છે. ઈન્ડોનેશિયામાં હાલ કોરોનાના સૌથી વધુ કેસના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈન્ડોનેશિયામાં ગયા અમુક સમયગાળામાં 30 લાખ જેટલા કોરોનાના કેસ સામે નોંધાયા છે. જ્યારે 83 હજાર લોકોના મોત નીપજ્યા છે. ઈન્ડોનેશિયામાં કોરોના મહામારી દરમિયાન અત્યારસુધીમાં 800થી વધુ બાળકોનું મોત નીપજ્યું હતું. જોકે, સૌથી વધુ બાળકોના મોત ગયા મહિને જ થયા હોવાનું સામે આવ્યું છે.
બાળકોના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયામાં કુલ કોરોનાના મામલાઓમાં 12.5 ટકા બાળકો છે. માત્ર 12 જુલાઈ સુધી ખત્મ થયેલા અઠવાડીયામાં જ 150 બાળકોના મોત નિપજ્યા હતા. જેમાંથી અડધા બાળકો 5 વર્ષથી ઓછી વયના હતા. ઈન્ડોનેશિયામાં હાલમાં કોરોનાના 30 લાખ મામલાઓ સામે આવ્યા છે અને 83 હજાર લોકોના મોત નિપજ્યા છે. ઈન્ડોનેશિયામાં કોરોના મહામારી શરૂ થયા પછી અત્યાર સુધી 800 બાળકોના મોત નિપજ્યા છે.
જાણવા મળ્યું છે કે, ભારતમાં કોરોનાની બીજી લહેરે મચાવેલી ભયાનક તબાહીની કળ દેશવાસીઓને હજુ સુધી વળી નથી. હોસ્પિટલમાં બેડ મેળવવા માટે વલખા મારતા લોકો… સ્મશાનમાં અવિરપણે સળગતી ચિતાઓ અને ઓક્સિજન સિલિન્ડર માટે દોડાદોડી કરતા દર્દીના સ્વજનોના દ્રશ્યો કોઇ ભૂલી શકે તેમ નથી… કોરોનાથી થયેલા મોતના સાચા આંકડા ભલે ક્યારેય સામે ન આવે. પરંતુ, તાજેતરમાં સરકાર દ્વારા જાહેર થયેલા આંકડાઓએ એ સાબિત કરી બતાવ્યું છે કે, કોરોનાની બીજી લહેર ભારત માટે કેટલી ઘાતક નીવડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.