એન્ટાર્કટિકામાં બરફ નો રંગ બદલાઈ રહ્યો છે. સફેદ રંગની બરફનુ હવે લીલા રંગમાં પરિવર્તન થઈ રહ્યું છે. આ વિચિત્ર પ્રાકૃતિક બદલાવને જોઈને વૈજ્ઞાનિકો પણ પરેશાન છે. કારણ કે આવું ક્લાઇમેટ બદલાવના કારણે થઈ શકે છે. અને અન્ય કારણોથી તેની જાણકારી મેળવાઈ રહી છે. અમુક વૈજ્ઞાનિકો આની પાછળ ત્યાં રહેવાવાળા પેગવીનને પણ કારણભૂત ગણાવે છે.
પહેલા એન્ટાર્ટિકાનો ફોટો સફેદ રંગ આવતો હતો પરંતુ હવે તેમાં લીલા રંગનું મિશ્રણ જોવા મળી રહ્યુ છે. ખાલી નો રંગ વધુ પ્રમાણમાં એન્ટાર્ટિકાના કિનારા ઉપર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અમુક સમયમાં આપણને પૂરો એન્ટાર્ટિકા લીલા રંગના બરફમાં જોવા મળશે.
યુરોપિયન સ્પેસ એજન્સીએ સેન્ટિલન-2 સેટેલાઈટ બે વર્ષથી એન્ટાર્ટિકા ની ઘણી બધી તસવીરો લઇ રહ્યું છે. આ માહિતી મળ્યા બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટી અને બ્રિટિશ એન્ટાર્ટિકા નાના વૈજ્ઞાનિકો એ પહેલી વખત એન્ટાર્ટિકા ની માહિતી મેળવવામાં નિષ્ફળ ગયા છે. અને એસ લીલા રંગનો નકશો તૈયાર કર્યો છે. વૈજ્ઞાનિકોને સમગ્ર એન્ટાર્ટિકા મા 1679 અલગ અલગ સ્થળ ઉપર આ લીલા રંગનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.
Uh… Shackleton reported the presence of green algae in Antarctica in 1911… 109 years 120 ppm CO2 ago.
But… climate change narrative.https://t.co/tucGnAIuSU
— Steve Milloy (@JunkScience) May 20, 2020
કેન્બ્રીજ યુનિવર્સિટીના સંશોધન કરતા મેટ ડેવીએ જણાવ્યું છે કે, આવો લીલા રંગનો બરફ એન્ટાર્ટિકા ના વિસ્તારો ઉપર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આ એન્ટાર્ટિકા નો લીલો બરાબર વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ સોસી લે છે.
મેટ ડેવીએ જણાવ્યું કે, બરફ સફેદ ની સાથે લીલા રંગનો પણ જોવા મળી રહ્યો છે. એન્ટાર્ટિકા માં અલગ અલગ વિભાગોમાં નારંગી અને લાલ રંગના શેવાળ પણ મળી આવ્યા છે. અમે તેના વિશે માહિતી પણ મેળવવાના છીએ. એન્ટાર્કટિકા બરફમાં મળી આવતી શેવાળ માઇક્રોસ્કોપિક છે. એટલે કે ખૂબ જ નાનું, જે ફક્ત માઇક્રોસ્કોપથી જ જોઇ શકાય છે. પરંતુ કેટલાક સ્થળોએ તે એટલું બધું છે કે, તે ખુલ્લી આંખોથી પણ દેખાય છે.
Warming temperatures are causing the snow to turn green in Antarctica https://t.co/62y99WCogT pic.twitter.com/ekhPI8acuv
— Reuters (@Reuters) May 21, 2020
મેટ ડેવીએ કહ્યું કે અમને આ લીલોતરી શેવાળ પાંચ કિલોમીટરના 60 ટકા વિસ્તારમાં એન્ટાર્કટિકાની પેંગ્વિન કોલોનીમાં મળી છે. વૈજ્ઞાનિકો માને છે કે, પેન્ગ્વિન અને અન્ય પ્રાણીઓના મળ અને પેશાબને કારણે તેનો વિકાસ થયો હશે.
મેટ જણાવ્યું હતું કે, પરંતુ પેન્ગ્વિન એન્ટાર્કટિકા પર દરેક જગ્યાએ નથી. તેથી ફક્ત તેમને દોષી ઠેરવવું ખોટું હશે. જો હવામાન પરિવર્તનને કારણે પૃથ્વીનું તાપમાન આ રીતે વધતું રહેશે તો આ સફેદ વિશ્વ લીલું થઈ જશે. કારણ કે, શેવાળ ઉગાડવા માટે, શેવાળનું તાપમાન સેલ્સિયસ ડિગ્રીથી ઉપર હોવું જરૂરી છે. તે છે, તે એન્ટાર્કટિકાના સામાન્ય તાપમાન કરતા ઘણું વધારે છે. શેવાળનો ફેલાવો તે સ્થળોએ વધુ છે જ્યાં કોઈપણ પ્રકારના પ્રાણીઓ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news