સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન પણ શરુ કરી દેવામાં આવ્યું છે અને સરકાર દ્વારા લોકોને રસી લગાવવા અંગે અપીલ કરવામાં આવી રહી છે.
WHO ના ડીજી ટેડ્રોસ એડનૉમે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું સંક્રમણ ફેલાય રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે તેમણે જણાવતા કહ્યું છે કે, વિશ્વ કોરોનાની મહામારીના સૌથી ખતરનાક અને જોખમી તબક્કામાં પહોચી ચુક્યું છે. ડેલ્ટા પ્લસ જેવા વેરિએન્ટનું સંક્રમણ વધુ ઝડપી ફેલાવવાથી આગામી સ્વરૂપ બદલાઈ શકે છે. ઓછા તબ્બકામાં વેક્સીનેશન થયું હોવાને કારને દેશમાં સ્થિતિ ફરી ગંભીર બની રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે અને અલગ અલગ દેશોમાં ફેલાઈ રહ્યો છે. જેને લીધે ખુબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ કોઈ પણ દેશે આમાંથી છુટકારો મેળવી શક્યો નથી. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અત્યંત જોખમી સાબિત થઇ શકે છે. વિશ્વમાં 98 જેટલા દેશોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળી આવ્યો છે.
ટેડ્રોસ એડનૉમે કહ્યું છે કે, ‘વિશ્વના તમામ દેશના નેતાઓ સાથે મળીને કામ કરો અને આગળ વધો.’ આગવતા વર્ષ સુધીમાં તમામ દેશમાં 70% જેટલી વસ્તીને વેક્સીન લગાવે તેના માટેની નેતાઓને અપીલ કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના અંતસુધીમાં તમામ દેશમાં ઓછામાં ઓછી ૧૦ ટકા વસ્તીને વેક્સીન લગાવવાનો બને તેમ વધુમાં વધુ પ્રયાસ કરે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.