WHOની ટીમ જશે આ ખાસ કામ માટે ચીન- કોરોના પાછળ ખુલશે ચાઈનાની પોલ?

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આરોપ હતો કે, WHO એ સમયસર કોરોના વાઈરસની જાણકારી આપવા માટે નિષ્ફળ રહ્યું છે.
ટ્રમ્પે WHO ઉપર ચીન પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો, WHO એ તે આરોપને ફગાવી દીધો હતો.

આખાં વિશ્વમાં કોરોના વાઈરસના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે.આ મહામારીની શરૂઆત ચીનના વુહાનથી ડિસેમ્બરમાં થઈ હતી. ચીનની સામે તેની માહિતી સમયસર ન આપવાનો આરોપ છે, જેના લીધે માત્ર 2 મહિનામાં જ વાઈરસ આખાં વિશ્વમાં ફેલાઈ ગયો. આ બીમારી કેવી રીતે ફેલાઈ તેની જાણકારી મેળવવા માટે ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (WHO)ની ટીમ આગામી સપ્તાહમાં ચીન જશે.આ સંસ્થાએ દાવો કરતાં કહ્યું હતું કે, આ મહામારીની પહેલી જાણકારી તેણે આપી હતી, ન કે ચીને.

ચીનમાં સ્થાનિક WHO ઓફિસનાં વાયરલ ન્યુમોનિયાના વિશે વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમીશનનું નિવેદન લેશે, ત્યારબાદ આ તપાસ 6 મહિનાથી વધુ સમય સુધી ચાલશે.

ટ્રમ્પે WHO ઉપર મહામારીની નિયમિત માહિતી ન આપવાનો અને ચીનનો પક્ષ લેવનો આરોપ લગાવ્યો હતો.જો કે, WHO એ ટ્રમ્પના આરોપને ફગાવી આપ્યો હતો.

મહામારીને કારણે WHOએ શરૂઆતની ટાઈમલાઈન 9 એપ્રિલે બહાર પડી હતી. તેમાથી માત્ર એટલું કહેવાયું હતું કે, હુબેઈ વિસ્તારના વુહાન શહેરના આરોગ્ય વિભાગે 31 ડિસેમ્બરના રોજ ન્યુમોનિયાના કેસની માહિતી આપી હતી.જો કે, તેમા એ સ્પષ્ટ થયું ન હતું, કે આ માહિતી ચીનના અધિકારીઓએ આપી હતી કે બીજી જગ્યાએથી જાણકારી મળી હતી.

WHOના નિર્દેશક ટેડ્રોસ એડહોનમ ગેબ્રિએસસે જણાવતાં કહ્યું હતું, કે ચીનથી પહેલો રિપોર્ટ 20 એપ્રિલે મળ્યો હતો. રિપોર્ટ ક્યાંથી આવ્યો તે જણાયું ન હતું.WHOએ આ સપ્તાહમાં નવી ક્રોનોલોજી બહાર પાડી છે. જેમા આ ઘટનાને વિશે વિસ્તારથી જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *