રાતોરાત ચાર મહિનાના બાળકનું આખું શરીર રુંવાટીથી ભરાઈ ગયું- કારણ જાણી ડૉક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા

ટેક્સાસ: ટેક્સાસમાં ચાર મહિનાના બાળકનું આખું શરીર રુંવાટીથી ભરાઈ જતા લોકોએ તેનું નામ ‘બેબી ગોરિલા’ પાડી દીધું છે. બાળકની તબિયત જન્મ સમયે ખરાબ હતી. તેની બીમારીની સારવાર દરમિયાન દવાઓની સાઈડ ઈફેક્ટને કારણે આખા શરીર રુંવાટી આવી ગઈ છે.

જયારે 1 મહિનાનો મેટીઓ હર્નાન્ડિઝ હતો ત્યારથી કોન્જિનિટલ હાઈપર ઇન્સ્યુલિનિસ્મથી પીડાતો રહ્યો છે. શરુઆતના મહિનામાં તબિયત ખરાબ થતા તેને માતા-પિતા હોસ્પિટલ લઇ ગયાં ત્યારે તેમને દીકરાના આ રોગ વિશે જાણ થઇ હતી. આ રેરેસ્ટ ઓફ રેર રોગમાં સ્વાદુપિંડ વધુ પડતું ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે અને દર્દીનું બ્લડ સુગર લેવલ જોખમી સ્તરે ઘટતું જાય છે. આવા કેસો 50 હજાર બાળકોમાંથી કોઈ એકમાં જોવા મળે છે.

ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં મેટીઓને દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેનો જીવ બચાવવા માટે લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તેની હેલ્થમાં શરુઆતના 2 અઠવાડિયામાં સુધારો જોવા મળ્યો છે. 24 વર્ષીય માતા બ્રિ શેલ્બીએ મેટીઓના શરીર પર રુંવાટી વધતી નોટિસ કરી હતી. ધીમે-ધીમે તો આ રુંવાટી તેના મોઢા, ગળા, હાથ-પગ અને પેટ પર આવી ગઈ હતી. શેલ્બીએ જણાવ્યું હતું કે, સારવાર ચાલુ કર્યાને થોડા સમય પછી મારા દીકરાનું શરીર બદલાઈ ગયું હતું. તેની આખી બોડી પર રુંવાટી વધવા લાગી હતી. શરુઆતમાં રુંવાટી કપાળ પર આવી ત્યારબાદ પગ અને હાથ પર આવી હતી. મેટીઓનું આખું પેટ પણ રુંવાટીથી ઘેરાય ગયું છે. મેટીઓની સારવાર શરુ કરી ત્યારે તેનું શરીર નોર્મલ જ હતું, પણ દવાની સાઈડ ઈફેક્ટને લીધે તેના શરીર પણ ગોરિલા જેવા વાળ આવ્યા લાગ્યા છે.

ડૉક્ટરે મેટીઓના પેરેન્ટ્સને સારવાર શરુ કર્યા પહેલાં હેર ગ્રોથની ચેતવણી આપી હતી પણ તેમને ખબર ન હતી કે, આખા શરીરે આટલી બધી રુંવાટી આવી જશે. શેલ્બી અને તેના પતિએ દીકરાની કન્ડિશન વિશે લોકોને જણાવવા માટે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. યુઝર્સે મેટીઓ માટે ચિંતા વ્યક્ત કરવાને બદલે તેનો મજાક ઉડાવવાનું શરુ કર્યું હતું. એક યુઝરે તો લખ્યું હતું કે, તમારા દીકરાને વેક્સિંગની જરૂર છે. જયારે અન્ય યુઝરે લખ્યું હતું કર, આ બાળક તો ગોરિલા જેવું લાગે છે, તેને ફેંકી દેવું જોઈએ. શેલ્બી અને તેનો પતિ સોશિયલ મીડિયા યુઝર્સની આવી કમેન્ટ વાંચીને બંને દુઃખી થયાં હતા.

શેલ્બીએ વધુમાં જણાવ્યું છે કે, અમે મેટીઓને ખૂબ પ્રેમ કરીએ છીએ અને નવડાવવામાં પૂરતું ધ્યાન રાખીએ છીએ. તેને પ્રોપર કોરો કરીએ છીએ. રુવાંટીવાળું શરીર ચોખ્ખું રાખવા માટે મસાજ પણ કરીએ છીએ. શેલ્બી અને તેના પતિ જેર્ડ હર્નાન્ડિઝને આશા છે કે, મેટીઓની સારવાર પૂરી થઈ ગયા પછી રુવાંટી આપોમેળે દુર થઇ જશે. જો કે, મેટીઓની કન્ડિશન દુર્લભ હોવાને લીધે ડૉક્ટર પણ આ કેસમાં કઈ કહી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *