બિહાર: આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન હારના છાપરાથી એક ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ દરેક લોકોને ભાવુક કરી દીધા છે. આ ઘટનામાં બહેનની ડોલી અને ભાઈની આર્થિ સાથે ઉઠી હતી. મળતી માહિતી મુજબ, બહેનની વિદાય લગ્નના બીજા દિવસે થવાની હતી. પરંતુ, તે પહેલા જ ભાઈના મૃત્યુના સમાચાર આવ્યા અને આ સમાચાર મળતાની સાથે જ ઘરમાં ખુશીનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું હતું.
જાણવા મળ્યું છે કે, આ ઘટના બિહારના રસૌલી ગામની છે. બુધવારે સંદીપની બહેન સ્વીટીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા અને ગુરુવારે તેની વિદાય કરવાની હતી. સંદીપને કેટલીક વસ્તુઓ લેવા માટે બજારમાં જવું પડ્યું હતું. આ દરમિયાન, રસ્તામાં સંદીપને એક માર્ગ અકસ્માત નડ્યો અને અકસ્માત એટલો ગંભીર સાબિત થયો કે, સંદીપ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની પરિવારના સભ્યોને કોઈ જાણ ન હતી. આખો પરિવાર રાહ જોઈને બેઠો હતો કે, સંદીપ ઘરે આવે અને બહેનની વિદાય કરીએ. એટલામાં તો એક એમ્બ્યુલન્સ દરવાજા પર આવીને ઉભી રહી હતી. ત્યારબાદ પરિવારના લોકોને આની જાણ થતા આખા પરિવારમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. ગામના લોકોને ઘટનાથી ખુબ જ દુઃખ થયું હતું. કારણ કે, બહેનની ડોલી અને ભાઈની અર્થી સાથે ઉઠી હતી.
આ દરમિયાન, ગામના બીજા પરિવારે દીકરીને વિદાય આપી. જયારે બીજી બાજુ યુવાન પુત્રના મૃત્યુથી પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. આ દુઃખદ ઘટનાને કારણે દરેક વ્યક્તિ સંદીપના પરિવારના સભ્યોની હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ, સંદીપના પરિવારને યુવાન પુત્રને ખોવાનું ખુબ જ દુઃખ છે. પરિવારના સભ્યોમાં અને ગામલોકોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.