ગાઝિયાબાદમાં પત્ની અને બે બાળકોની હત્યા, આરોપીએ પોતાના સાળાને ફોન કરીને હત્યાની માહિતી આપી

યુપીના ગાઝિયાબાદના ઇન્દિરાપુરમના જ્ઞાનખંડ-4માં એક સોફટવેર એન્જિનિયરે તેની પત્ની અને 3 બાળકોનું ગળું કાપીને કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. મૃતકોમાં બે જોડકાં બાળકો હતા. રવિવાર સાંજે આરોપીએ પોતાના સાળાને ફોન કરીને હત્યાની માહિતી આપવાની સાથે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે તે અંગે પણ જણાવ્યું. ત્યારબાદ સાળાએ ઇન્દિરાપુરમ પોલીસને માહિતી આપી.સાથોસાથ તેણે પોતાના ઘરમાં પાળેલા સસલાની પણ હત્યા કરી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે, અહીં એક ફલેટમાં રહેતા 37 વર્ષનો સુમિત બેંગલુરૂની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. પોલીસ તપાસમાં ખબર પડી કે, સુમિત જાન્યુઆરીથી નોકરી છોડીને જ્ઞાનખંડમાં એક ફલેટમાં પરિવારની સાથે રહેવા આવ્યો હતો. પરિવારમાં પત્ની અંશુબાલા 35 વર્ષની અને દીકરો પ્રથમેશ 6 વર્ષનો અને જોડિયા દીકરા-દીકરી આરવ અને આકૃતિ 4 વર્ષના હતા. અંશુબાલા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક હતી. માહિતી મળી છે કે, એન્જિનિયરે શનિવારના રોજ પત્ની અને ત્રણેય બાળકોની હત્યા કરી નાંખી. આખી રાત મૃતદેહોની સાથે ફલેટમાં જ રહ્યો. રવિવાર સાંજે તેણે વસુંધરામાં રહેતા સાળાને ફોન કરી પત્ની અને બાળકોની હત્યા અંગે જણાવ્યું અને તેનો વીડિયો પણ મોકલ્યો. એસપી શ્લોક કુમારે કહ્યું કે, સુમિત અત્યારે કયાં છે તેની તપાસ કરી રહ્યાં છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

થોડાંક દિવસ પહેલાં જ ખરીદ્યા હતા હથિયાર:

પોલીસના સૂત્રોનું માનવું છે કે, ઘટના સ્થળ પરથી હથિયારો મળ્યા છે. જો કે તેઓ પાણી કે કપડાંથી સાફ કરેલા મળ્યા. કહેવાય છે કે, આરોપીએ ચારેયની હત્યા બાદ બીજા પણ પ્લાનિંગ કર્યા હશે. આરોપીએ આ હથિયાર બજારમાંથી ખરીદ્યા હતા. આ ઘરમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય ચાકુ નહોતા. જો કે ચપ્પાને તપાસ માટે ફોરેન્સિક ટીમ સાથે લઇ ગઈ છે.

જોડકાં બાળકોને સૂતા તો વળી મોટા બાળકને ભણતા સમયે ગળુ કાપી કરી દીધી હત્યા

પોલીસ તપાસમાં ખબર પડી કે, આરોપીએ સૌથી પહેલાં પત્નીનું ગળું કાપી હત્યા કરી હતી. પત્નીના ગળાની સાથે શરીરાના બીજા ભાગ પર પણ ઇજાના નિશાન મળ્યા છે. હત્યાના સમયે પત્ની જડોયા બાળકો સાથે બેડરૂમમાં હતી. પત્નીની હત્યા બાદ આરોપીએ બેડ પર સૂતેલા બંને બાળકોની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ બહારની રૂમમાં અભ્યાસ કરતાં મોટા દીકરાની ધારદાર હથિયાર વડે હત્યા કરી નાંખી. જો કે એસપી સિટી શ્લોક કુમારનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ અને સમયની માહિતી મળી શકશે.

દિવાલ ઉપર હતી સુસાઇડ નોટ અને 500 રૂપિયા:

જ્યારે પોલીસ ફ્લેટમાં પહોંચી ત્યારે પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ. સુસાઇડ નોટની સાથે દિવાલ ઉપર 500 રૂપિયાની નોટો પણ લગાવાઈ હતી. આ સાથે, દિવાલ પર કેટલાક બાઉન્સ ચેક પણ લગાવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સુસાઇડ નોટમાં દંપતીએ આત્મહત્યા માટે તેમના ભાભીને દોષી ઠેરવ્યા હતા. મૃતકના સાળાએ આરોપ લગાવ્યો છે કે, તેના ભાઈ અને ભાભી વચ્ચે 2 કરોડ રૂપિયાના લેણદેણનો વિવાદ થયો હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.

દિવાલ પર લખ્યું: અમારા અંતિમ સંસ્કારના પૈસા

ફ્લેટમાં મળેલ સુસાઇડ નોટે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમાં લખ્યું હતું કે, જે 500 રૂપિયાની નોટો સાથે છે. તે તેમની અંતિમ સંસ્કાર માટે રાખી છે. આગળ લખ્યું છે કે, અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવે તે અમારી અંતિમ ઈચ્છા છે. સુસાઇડ નોટમાં રાકેશ વર્મા નામના વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો છે. તે તેના મોટાભાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *